ગોસેવા (ગૌકૃપા પ્રોડક્ટ્સ) દ્વારા ભવ્ય પ્રશિક્ષણ મહોત્સવનું આયોજન કરાયું
વિશ્વનું ગીર ગાયનું ઉદ્ભવ સ્થાન ગણાતા એવા જસદણના આંગણે ગોસેવા (ગૌકૃપા પ્રોડક્ટ્સ) દ્વારા ભવ્ય પ્રશિક્ષણ મહોત્સવનું આયોજન કરાયું હતું. તા.23 ફેબ્રુઆરી 2024ના રોજ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ત્રિ-દિવસીય પ્રશક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં ગૌશાળા તેમજ ડેરી ઉદ્યોગ માટે મહત્વનાં વિષયો જેમકે પંચગવ્ય ઉત્પાદ, ડેરી ઉત્પાદ, ગૌ સંવર્ધન અને સાથે જ આધુનિક યુગમાં વધુ ચર્ચિત અને મહત્વપૂર્ણ વિષય એટલે કે માર્કેટિંગ, પ્રોડ્ક્ટનું વેચાણ, તેનું લેબલિંગ, ટૂંકમાં કહીએ તો ગૌપાલન અને તેને લગતા ઉદ્યોગની નાની થી નાની જાણકારી વિષયક એક ટ્રેનિંગ યોજવામાં આવી હતી. આ પ્રશિક્ષણના મુખ્ય વક્તા એટલે કે જસદણના દરબાર શ્રી સત્યજિતકુમાર ખાચર જેમણે ગૌ સંવર્ધન પાર પ્રશિક્ષણ આપ્યું હતું. પંચગવ્ય ઉત્પાદ તથા ડેરી ઉત્પાદ વિશે ગોસેવાના CEO તરીકે સેવા આપતા શ્રી ઘનશ્યામ દાસજી એ પ્રશિક્ષણ આપ્યું હતું અને માર્કેટિંગ તેમજ દસ્તાવેજી બાબતો અંગે શ્રી વિશાલભાઈ વૈદ્યને પ્રશિક્ષણ આપ્યું હતું. આ ત્રિ-દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમમાં માત્ર ગુજરાતના જ નહિ પરંતુ ભારતના અન્ય કેટલાક મોટા રાજ્યો જેમકે, પશ્ચિમ બંગાળ, પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ, મધ્યપ્રદેશ વગેરે.
ગૌસેવાનું ધ્યેય બધા સાથે મળીને કામ કરે અને બધા લોકો ગૌમાતાની સેવા કરે અને શોષણમુક્ત ગૌપાલન કરીને પંચગવ્ય ઉત્પાદ તૈયાર કરે. આ હેતુથી પ્રશિક્ષણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રશિક્ષકોને દહીં કેમ મેળવવું, છાશનું અને દૂધનું પેકેજીંગ, આયુર્વેદિક ઘી કેવી રીતે તૈયાર કરવા, દેશી ઘી કેમ બનાવવું, ગોબર અને ગૌમૂત્રમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવી શકાય?, ગૌમૂત્ર અર્ક તેમજ ગૌમૂત્ર ઘનવટી વગેરેની નિર્માણની વિધિ, ધૂપબત્તી વગેરે કેમ બનાવવું તેનું પણ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.
રિપોર્ટર વિજય ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.