મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે વિંછીયા તાલુકાની વિવિધ સિંચાઈ યોજના સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું - At This Time

મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે વિંછીયા તાલુકાની વિવિધ સિંચાઈ યોજના સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું


મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે વિંછીયા તાલુકાની વિવિધ સિંચાઈ યોજના સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

દરેક વ્યક્તિને પૂરતા પાણી સહિતની દરેક સુવિધા પ્રાપ્ત કરાવવાની રાજ્ય સરકારની નેમ છે : મંત્રી બાવળીયા

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજયના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે વિંછીયા તાલુકાની રેવાણીયા,ઓરી અને હાથસણી નાની સિંચાઈ યોજનાના સમારકામ તથા ઓરી-ખારચિયા અને મોટી લાખાવાડ-મોટા હડમતીયાના રસ્તાના કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ ખાતમુહુર્ત પ્રસંગે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં દરેક વ્યક્તિને પૂરતું પાણી તથા જીવન જરૂરી તમામ સુવિધાઓ મળી રહે તે માટે નવી સિંચાઈ યોજનાઓનો પ્રારંભ અને જૂની સિંચાઈ યોજનાઓના નવીનીકરણ થકી પુરવઠાના માળખાને વધુ સુદૃઢ કરવામાં આવી રહ્યા છે. સાથે જ શહેરો સાથે ગ્રામ વિસ્તારોને જોડી શકાય તે માટે ગ્રામ્ય માર્ગોને શહેરી કક્ષા જેવા બનાવવાની રાજ્ય સરકારની નેમ છે.આ માટે વિંછીયા વિસ્તારના રસ્તાઓને પણ પહોળા અને પાકા બનાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, સિંચાઈ વિભાગના અધિકારીઓ, માર્ગ - મકાન વિભાગના અધિકારીઓ- કર્મીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશન અને શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ એ એક વાતચીતમાં જણાવ્યું હતું કે કુંવરજીભાઈ બાવળિયા થકી જસદણ અને વીંછિયા તાલુકા સહિતનાં ગુજરાત રાજયના ભાગ્ય ઊઘડી ગયાં છે તેમનાં કારણે અત્રેના બન્ને તાલુકાના ગામડે ગામડે વિકાસના કામોની હારમાળા સર્જાઈ છે જે ગામો ધુળીયા ગણાતા તે નંદનવન બની ગયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.