પરપ્રાંતિય શ્રમિકે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું - At This Time

પરપ્રાંતિય શ્રમિકે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું


પરપ્રાંતિય શ્રમિકે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પતિ પત્ની વચ્ચે ઝગડો થતાં પત્ની સગાને ત્યાં ચાલી ગયેલ. બાદ પત્ની આજે સવારે ફરી ઘરે આવતાં પતિએ પંખામાં ગળાફાંસો ખાધેલ જોવા મળતાં તાકિદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં યુવકને સારવાર મળે તે પહેલાં જિંદગીનો અંત આણ્યો હતો. બનાવની વિગત મુજબ મુળ બિહારનો અને હાલ ફોરચ્યુન હોટેલ સામે ગોકુલનગર-2 માં રહેતો ઘનશ્યામ મંગરૂ બિન (ઉ.વ.35) એ પોતાનાં ઘરે રાત્રે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
ઘનશ્યામને તેની પત્ની વચ્ચે ગઈ કાલ રાત્રે કોઈ બાબતે ઝઘડો થયો હતો. બાદ પત્નિ તેના સગાને ત્યાં જતી રહી હતી. મૃતકની પત્ની આજ સવારે ફરી ઘરે આવતાં તેના પતિએ પંખામાં ગળાફાંસો ખાધેલ હાલતમાં જોતા મળતાં તુરંત 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
ઘનશ્યામ ગોકુલનગર પાસે આવેલ કારખાનામાં ફેબ્રિકેશનની કામ કરી પરીવારનું ગુજરાન ચલાવતો હતો. તેઓને ટીબીની બીમારી હતી.મૃતક પાંચ ભાઈ ત્રણ બહેનમાં બીજા નંબરના તેમજ સંતાનમાં એક દીકરો હોવાનું પરીવારજનોએ જણાવ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.