પરીક્ષા અંગેના એક્શન પ્લાનની વિગતવાર માહિતી આપતા જિલ્લા કલેકટર
રાજ્યના શિક્ષણમંત્રીએ તમામ જિલ્લાઓના અધિકારીઓ સાથે બોર્ડની પરીક્ષાને લગતી તૈયારીઓ વિશે વીડિયો કોન્ફરન્સ યોજાઈ.
માર્ચ ૨૦૨૪માં યોજાનાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સંદર્ભે શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં તમામ જિલ્લાઓના કલેકટરઓ, જિલ્લા પોલીસ વડાઓ, જિલ્લા શિક્ષણાધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે પરીક્ષાને લગતી તૈયારીઓ વિશે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી. સંપટ કલેકટર કચેરી સભાખંડ ખાતેથી જોડાયા હતા વીડિયો કોન્ફરન્સમાં મંત્રી સમક્ષ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ દ્વારા પરીક્ષા અંગે જિલ્લામાં કરવામાં આવેલી તૈયારીઓનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટરએ ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ-2024ના સફળ સંચાલન માટેના સુરેન્દ્રનગર જિલ્લાના એક્શન પ્લાનની વિગતવાર માહિતી આપી હતી આ વીડિયો કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેક્ટર આર. કે.ઓઝા, જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ. ઓઝા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલ સહિત પરીક્ષા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.