બાબરા ખાતે ટીબી નિર્મૂલન કાર્યક્રમ ની આરોગ્ય શિબિર નું આયોજન
બાબરા ખાતે ટીબી નિર્મૂલન કાર્યક્રમ ની આરોગ્ય શિબિર નું આયોજન
બાબરા તાલુકાના આરોગ્ય કચેરી ખાતે રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાઠી અને બાબરા તાલુકા ના ૪૦ થી વધુ સરકારી અને ખાનગી તબીબો ને તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર આર મકવાણા દ્વારા કાર્યક્રમ ની રૂપ રેખા અને તેના અમલીકરણ વિશે માહિતી આપી હતી. હૃદય અને ફેફસાં માં રોગો માં નિષ્ણાત ડો. હિમ પરીખ દ્વારા ટીબી રોગ ના લક્ષણો, નિદાન પદ્ધતિ, સારવાર, અને તમાકુ જેવા વ્યસનો ની સ્વાસ્થ્ય પર પડતી હાનિકારક અસરો વિશે આરોગ્ય શિક્ષણ આપેલ હતું. જિલ્લા ટીબી વિભાગ ના પ્રોગ્રામ કો ઓર્ડીનેટર સંજયભાઈ દ્વારા હાલ માં બંને તાલુકા માં ટીબી ના દર્દીઓ ની સ્થિતિ વિષયક ચર્ચા કરવા માં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અને આયોજન રાજેશ સલખણા, નિમેષ મેશિયા અને ઘનશ્યામ ગજેરા દ્વારા કરવામાં આવેલ હતું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.