ટ્રાવેલ્સના ધંધાર્થીને પ્રોપટીમાં ભાગ મામલે પુત્રએ મારી નાંખવાની ધમકી આપી
વર્ધમાનનગરમાં રહેતાં ટ્રાવેલ્સના ધંધાર્થી મહેન્દ્રસિંહ ઝાલા તેમની લક્ષ્મીવાડી મેઇન રોડ પર આવેલ ઓફિસે હતાં ત્યારે તેના પુત્ર સંજયરાજસિંહ ઉર્ફે ચીંટુએ ફોન કરી પ્રોપટીમાં ભાગ મામલે મારી નાંખવાની ધમકી આપતાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.બનાવ અંગે ઘંટેશ્વર સામે વર્ધમાનનગરમાં રહેતાં મહેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા (ઉ.વ.56) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સંજયરાજસિંહ ઉર્ફે ચીંટુનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ મોન્ટુરાજા નામથી ટ્રાવેલ્સનો ધંધો કરે છે.
ગઈકાલે તેઓ લક્ષ્મીવાડી મેઇન રોડ પર આવેલ મોન્ટુરાજા ટ્રાવેલ્સની ઓફીસે હતો ત્યારે એક ફોન આવેલ અને મને વાત કરેલ કે, હું ચીંટુ બોલુ છુ અને તેને શુ હતુ બોલ કહેતા તેઓના પુત્ર સંજયરાજસિંહ ઉર્ફે ચીંટુએ કહેલ કે, મને તમે પ્રોપટીમાં ભાગ આપી દેજો નહિતર બધાને જાનથી મારી નાખીશ તેમ કહી ફોનમાં બેફામ ગાળો આપવા લાગેલ અને તેઓને તેમજ તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં ફોન કટ કરી નાખેલ હતો.બાદમાં અવારનવાર આરોપી તેમને ફોન કરી ધમકી આપતો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.