પ્રિન્સીપાલ સિવિલ કોર્ટ, બરવાળા ખાતે આગામી તા.૯મી માર્ચ,૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
પ્રિન્સીપાલ સિવિલ કોર્ટ, બરવાળા ખાતે પક્ષકારો વચ્ચે સંમતિથી સમાધાન કરી અને વિવાદનો સુખદ નિકાલ લાવવા માટે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન તા.૦૯/૦૩/૨૦૨૪ના રોજ કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં સમાધાનપાત્ર ઈલેકટ્રીસિટી, લેણી રકમની તકરાર, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ-૧૩૮, ઘરેલુ હિંસા અધિનિયમ, ભરણ-પોષણ, દિવાની દાવા તથા સમાધાનપાત્ર ફોજદારી કેસો સહિત તમામ પ્રકારના સમાધાનલાયક કેસોનો નિકાલ કરવાના પ્રયાસો કરવામાં આવશે જેથી લાગતા વળગતા પક્ષકારોએ સમાધાન માટે પ્રિન્સીપાલ સિવીલ કોર્ટ, બરવાળા ખાતે તા.૦૯/૦૩/૨૦૨૪ ના રોજ યોજાનાર રાષ્ટ્રીય લોક અદાલતમાં ભાગ લેવા તથા વધુમાં વધુ કેસો લોક અદાલતમાં મુકી શકાય અને પક્ષકારો નેશનલ લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક સમાધાન કરી શકાય તે માટે આ અંગેની વધુ જાણકારી મેળવવા માટે જિલ્લા સ્તરે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, બોટાદ તથા તાલુકા સ્તરે તાલુકા કાનુની સેવા સમિતી બરવાળા, પ્રિન્સીપાલ સિવિલ કોર્ટ, બરવાળાનો સંપર્ક કરવા તાલુકા સેવા સમિતિના ચેરમેન,બરવાળાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.