રૈયાનાકા રોડ પર 18 મિલ્કત સીલ
મહાપાલિકા દ્વારા ચાલતી વેરા વસુલાત ઝુંબેશમાં આજે 24 મિલ્કતો સીલ કરીને, વધુ 10 મિલ્કતને ટાંચ જપ્તી નોટીસ આપવામાં આવી હતી. જુના રાજકોટના વોર્ડ નં.7ના રૈયાનાકા રોડ પર 18 મિલ્કત સીલ કરાઇ હતી.
રાજકોટમાં ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી 377815 નાગરિકોએ 327.49 કરોડનો મિલ્કત વેરો જમા કર્યો છે. હવે 35 દિવસમાં મનપાએ વેરાના નિર્ધારીત લક્ષ્યાંક સુધી પહોંચવાનું છે. આજે બપોર સુધીમાં 37.60 લાખની રીકવરી કરવામાં આવી હતી.
વોર્ડ નં.7માં રૈયાનાકા રોડ પર વર્ષો જુનો વેરો નહીં ભરનારા 18 આસામીની મિલ્કત સીલ કરાઇ હતી. આજે વોર્ડ નં.6માં મહિકા માર્ગ, વોર્ડ નં.12ના મવડી, 150 ફુટ રોડના જગદીશ ઓટો તિરૂપતિ, વોર્ડ નં.13ના ગોકુલનગર, વોર્ડ નં.16ના કોઠારીયા રોડ, વોર્ડ નં.18ના બોલબાલા રોડ, કોઠારીયા રોડ, 80 ફુટ રોડ પર, સ્વાતિ પાર્કમાં સીલીંગની કાર્યવાહી કરતા વેરાના ચેક જમા થયા હતા. આ રીકવરી ઝુંબેશ આસી. કમિશ્નર સમીર ધડુક, વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મેનેજર સહિતની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.