તરભ વાળીનાથ ધામમાં પ્રાણ સૂક્ત પાઠ સાથે મહા શિવલિગની પ્રતિષ્ઠા - At This Time

તરભ વાળીનાથ ધામમાં પ્રાણ સૂક્ત પાઠ સાથે મહા શિવલિગની પ્રતિષ્ઠા


તરભ વાળીનાથ ધામમાં પ્રાણ સૂક્ત પાઠ સાથે મહા શિવલિગની પ્રતિષ્ઠા

વિસનગર તરભ ગામ ખાતે વાળીનાથ મહાદેવ મંદિર સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા તથા શિવલિંગ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

વિસનગર તાલુકાનું તરભ ગામ ખાતે આવેલું વાળીનાથ ધામ મહાદેવ મંદિર ના સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં ગુરુવારે બપોરે 12:39 ગુરૂ પુષ્ય નક્ષત્ર અમૃત સિદ્ધિ યોગ અને સર્વાથ સિદ્ધિ યોગ, વિશ્વકર્મા જયંતિ હોવા થી આજે પરમ તત્વ ની ઉર્જા ઉતરી આવી હોય તેવું દેખાઇ રહ્યું હતું તેથી કોઈ સિદ્ધ મહાનપુરુષ અને મહાસંતશ્રી નરેન્દ્ર મોદી ના વરદ હસ્તે મહા શિવલિંગ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી
જ્યારે મહોત્સવ ના છઠ્ઠા દિવસે બુધવારે નવ નિર્મિત મંદિર નો પ્રસાદ , વાસ્તુ પૂજન તેમજ સુવર્ણ શિખરો ની વૈદિક તથા શાસ્ત્રો તથા પાંચ મહા તત્વો વિદ્વાન બ્રાહ્મણો એટલે કે આત્મા શુદ્ધીકરણ થી શ્લોક મંત્ર - ચ્ચારણ સાથે પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી મહોત્સવ ની પૂર્ણાહુતિ ના એક દિવસ પૂર્વે ગુજરાત
સહિત દેશભરમાંથી ચાર લાખ થી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઊમટી પડયા હતા તેમાં વાળીનાથ નગર અંતરમન થી છલકાય ગયું હતું. ધર્માત્સવ માંથી આધ્યાત્મિકતા 6 દિવસ માં 17.45 લાખ થી વઘુ લોકો એ દર્શન અને ભોજન પ્રસાદ નો લ્હાવો લીધો હતો તેવો અંદાજ છે.
લોકડાયરા માં મહંતશ્રી જયરામ ગિરી બાપુ ઉપર રૂપિયા નો વરસાદ થયો હતો અને વાળીનાથ ધામ મહોત્સવ માં રોજ રાત્રે યોજાતા લોકો ડાયરામાં ગુજરાત ના સુપ્રસિદ્ધ અને ખ્યાતનામ કલાકારો સાહિત્યકાર,લોકસંગીત અને સાહિત્યની રમઝટ બોલાવી રહ્યા છે.તેમા લાખો લોકો લોકડાયરા નો પ્રત્યક્ષ અને ઓનલાઇન લાભ લ ઈ રહ્યા છે.મંગળવાર રાત્રે યોજાયેલા ડાયરામાં સુપ્રસિદ્ધ ગાયક કૈલાસ ખેર,ગીતા રબારી,રાકેશ બારોટે લોકસંગીત ભજન સહિત ની રમઝટ બોલાવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.