રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની આંગણવાડી ખાતે બાળદિવસની ઉજવણી કરવામાં આવી. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની આંગણવાડી ખાતે બાળદિવસની ઉજવણી કરવામાં આવી.


રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની આંગણવાડી ખાતે બાળદિવસની ઉજવણી કરવામાં આવી.

રાજકોટ શહેર તા.૨૨/૨/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ICDS વિભાગ દ્વારા ચાલતી ૩૬૪ આંગણવાડીમાં ત્રીજા મંગળવાર અંતર્ગત તા.૨૦-૦૨-૨૦૨૪ના રોજ બાળદિવસની “પ્રકૃતિ સાથે પરિચય“ થીમ આધારીત ઉજવણી કરવામાં આવેલ. જેમાં બાળકોને ખેતર, પ્રધ્યુમન પાર્ક, વાડી-વિસ્તાર, બાલભવન, રેસકોર્સ, બગીચો, ગૌશાળા વગેરે જેવા સ્થળોની મુલાકાત કરાવવામાં આવેલ. જેમાં ICDS વિભાગના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર તૃપ્તિબેન કામલિયા, CDPO જયશ્રીબેન સાકરીયા, CDPO અનસૂયાબેન ભેસદડિયા, પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર કવિતાબેન વાઘેલા, મોનિકાબેન કોટક, માનસીબેન કરગથરા અને મુખ્ય સેવિકાઓ કાર્યક્રમને સફળ બનાવવા ઉપસ્થિત રહેલ. જેમાં ફેબ્રુઆરી ૨૦૨૪ માસમાં આવતા બાળકોના જન્મદિવસની ઉજવણી કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવેલ અને વાલી મીટીંગનું આયોજન કરી પૂર્વ પ્રાથમિક શિક્ષણ કાર્યની વિવિધ પ્રવૃતિઓ વિશે માહિતી આપવામાં આવેલ. તથા ૬ માસ પૂર્ણ કરેલ બાળકોને પ્રથમ આહાર તરીકે શીરો અને ખીર દ્વારા તેમનું અન્નપ્રાશન કરાવવામાં આવેલ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.