જસદણમાંથી ભાજપના યુવા આગેવાનો ટીમ સાથે ઊપસ્થિત રહેશે: વડાપ્રધાનની મુલાકાતનો કાર્યક્રમ - At This Time

જસદણમાંથી ભાજપના યુવા આગેવાનો ટીમ સાથે ઊપસ્થિત રહેશે: વડાપ્રધાનની મુલાકાતનો કાર્યક્રમ


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સભામાં જસદણ ભાજપના યુવા આગેવાનો અલ્પેશભાઈ રૂપારેલિયા અને વિજયભાઈ રાઠોડ પોતાની ટીમ સાથે ખાસ ઊપસ્થિત રહેશે રાજકોટની મુલાકાત સમયે જસદણ અને વિંછીયા પંથકમા ભાજપના ટોપ થી બોટમ સુધીના કાર્યકરોમાં થનગનાટ પ્રવર્તી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રપ ફેબ્રુઆરીનાં રોજ બપોરે ર-૧૦ કલાકે દ્વારકા હેલીપેડ પહોંચી, ત્‍યાંથી હેલીકોપ્‍ટર મારફતે રાજકોટ એઇમ્‍સમાં આવવા રવાના થશે. અંદાજે ૩-૩૦ કલાકે એઇમ્‍સ આવી પહોંચ્‍યા બાદ ૩-૩૦ થી ૩-૪પ સુધી એઇમ્‍સના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરશે. જે બાદ તેઓ ૩-પપ કલાકે એઇમ્‍સના હેલીપેડથી હેલીકોપ્‍ટર મારફતે નીકળી ૪-ર૦ કલાકે જુના એરપોર્ટ પર પહોંચશે. ત્‍યાંથી બપોરના ૪-રપ કલાકે વડાપ્રધાન મોદીના ભવ્‍ય રોડ શોનો પ્રારંભ થશે. ૮૦૦ મીટરનો આ રોડ શો યોજાશે. બાદમાં ૪-૪પ કલાકે વડાપ્રધાન મોદી રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે આવી પહોંચી રૂ. પ૦૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરી જંગી જનસભાને સંબોધન કરશે. ત્‍યારબાદ પ-૪પ કલાકે તેઓ બાયરોડ જુના એરપોર્ટ પર પહોંચી ૬ વાગ્‍યે હેલીકોપ્‍ટર મારફત હિરાસર એરપોર્ટ પર જવા રવાના થશે. જે બાદ તેઓ આંતરરાષ્‍ટ્રીય હિરાસર એરપોર્ટથી ૬-રપ કલાકે એરફોર્સના ખાસ વિમાન મારફત દિલ્‍હી જવા રવાના થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.