હોટલ પાસે પાર્ક કરેલ એક્ટિવા કોનું છે કહીં કાકા-ભત્રીજા પર હુમલો કરી હત્યાનો પ્રયાસ - At This Time

હોટલ પાસે પાર્ક કરેલ એક્ટિવા કોનું છે કહીં કાકા-ભત્રીજા પર હુમલો કરી હત્યાનો પ્રયાસ


રાજકોટમાં લોહનગર મેઈન રોડનો પર આવેલ રંગોલી નામની ચા-નાસ્તાની હોટલ પાસે પાર્ક કરેલ એક્ટિવા કોનું છે કહીં હોટલ સંચાલક કાકા-ભત્રીજા પર ત્રણ શખ્સોએ પાઈપથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતાં ગંભીર રીતે ઘવાયેલા કાકા-ભત્રીજાને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે એ. ડિવિઝન પોલીસે હુમલાખોર ત્રણેય શખ્સો વિરૂદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે રાજકોટમાં પી.ડી.માલવીયા કોલેજ પાછળ અંબાજી કડવા મેઈન રોડ શ્રધ્ધા ગાર્ડનની બાજુમાં રહેતાં નરેન્દ્રભાઈ ઉર્ફે મુનાભાઇ ગોરધનભાઈ ચાંગેલા (ઉ.વ.52) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે આર્યન, અજય અને એક અજાણ્યા શખ્સનું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે બંને આરોપી વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ લોહાનગર મેઇન રોડ રંગોલી કોમ્પલેક્ષની સામે રંગોલી હોટલ નામની હોટલ રાખી ચા-નાસ્તાનો વેપાર કરે છે. ગઈકાલે સાંજના છએક વાગ્યાની આસપાસ તેઓ તેના કાકા રમેશભાઇ ચાંગેલા હોટલ પર હાજર હતા ત્યારે એક ગ્રાહક હોટલે ખાતે ચા-નાસ્તો કરવા માટે પોતાનુ એકટીવા લઇને આવેલ અને તેમને પોતાનુ એકટીવા હોટલના દરવાજાની પાસે પાર્ક કરી નાસ્તો કરવા માટે હોટલની અંદર બેસેલ હતાં.
ત્યારે આર્યન અને અજય એકટીવા લઈને નીકળેલ અને બંને હોટલ પાસે એકટીવા લઇને આવીને ઉભા રહેલ અને અમને કહેવા લાગેલ કે, આ તમારી હોટલ પાસે કોનું એકટીવા પડેલ છે જેથી તેઓના કાકા રમેશભાઈએ જણાવેલ કે, તે એકટીવા અમારા ગ્રાહકનુ છે અને તે નાસ્તો કરીને પોતાનુ એકટીવા લઇ લેશે તેમ કહેતાં બંને કહેવા લાગેલ કે, તમારી હોટલમા આવતા ગ્રાહકના વાહનો તમે સાઇડમા પાર્ક કરાવતા જાવ તેમ કહેતા તેઓને કહેલ કે, અમારા ગ્રાહકના વાહનો અમે સાઈડમા જ પાર્ક કરાવીએ છીએ તેમ કહેતાં બંને ઉશ્કેરાય ગયેલ અને ફરિયાદી અને તેના કાકાને ગાળો આપી નાસી છૂટ્યા હતાં.
બાદમાં આર્યન અને અજય બંને લોખંડના પાઇપ અને અન્ય પ્રાણઘાતક હથિયાર સાથે એક અજાણ્યા વ્યકિતને સાથે લઇ ત્રણેય શખ્સો ચાલીને હોટલ પાસે આવેલ અને ગાળો બોલી કહેવા લાગેલ કે, આજે તો તમને બંનેને પતાવી જ દેવાના છે કહેતા તેઓ તથા તેના કાકા હોટલની બહાર નીકળી ભાગવા જતાની સાથે જ આ આર્યન, અજય તથા તેની સાથે આવેલ અજાણ્યાં શખ્સે તેઓને ઘેરી લઇ મારી નાખવાના ઇરાદે આર્યન અને અજય લોખંડના પાઇપ વડે હુમલો કરેલ અને આર્યને ફરિયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે પાઇપના બે ઘા માથાના પાછળના ભાગે મારેલ અને માથામાથી લોહી નીકળવા લાગેલ હોય છતા આર્યને લોખંડના પાઇપના ત્રણ-ચાર ઘા ફટાકરતાં ગંભીર ઇજા પહોંચી હતી અને તેનો નીચે પટકાયા હતાં.તેમજ તેઓના કાકાને પણ કહેલ કે, તને પણ આજે મારી જ નાખવાનો છે
આજે તને છોડવાનો નથી તેમ કહી પાઈપ વડે માથાના ભાગે લોખંડના પાઈપથી મા2 મારવા જતા હાથ આડો નાખતા હાથમા ઇજા થતાં તેઓ પણ નીચે પડી ગયેલ હતા. તેમજ આરોપી સાથે રહેલ અજાણ્યાં શખ્સે જમીન ઉપર પડેલ પથ્થરા ઉપાડી છુટા મારવા લાગેલ અને ઢીકાપાટુનો માર મારતાં આજુ-બાજુના માણસો એકઠાં થઇ જતા ત્રણેય શખ્સો નાસી છૂટ્યા હતાં.બાદમાં ફરિયાદી અને તેના કાકાને ગંભીર ઇજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ત્રણેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી પીઆઈ આર.જી.બારોટ અને ટીમે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.