ખેડૂતના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે - At This Time

ખેડૂતના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે


ખેડૂતના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે

ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

ખાનગી વીજ કંપનીઓ પાસેથી રેગ્યુલેટરિટી ઓથોરિટીના નક્કી દર મુજબ જ વીજળી ખરીદીની વ્યવસ્થા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે હંમેશા ખેડૂતોના હિતની ચિંતા કરી છે ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી તેમને મુક્તિ આપવામાં આવી છે તેમ,ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નો પ્રત્યુતર આપતા જણાવ્યું હતું.

મંત્રી શ્રી દેસાઈએ પેટા પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું હતું કે,ખાનગી વીજ કંપનીઓ પાસેથી વીજ રેગ્યુલેટરિટીના નિયત કરેલા દર મુજબ જ વીજળીની ખરીદી કરવામાં આવે છે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10 ટકા હતો જેને વર્ષ 2012માં ઘટાડીને 7.50 ટકા કરવામાં આવ્યો છે જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નથી.

જ્યારે શહેરી વિસ્તારમાં અગાઉની સરકારમાં વર્ષ 1980માં 40 ટકા વીજ કર વસૂલવામાં આવતો હતો જે અમારી સરકારે ગ્રાહકોના હિતમાં વર્ષ 2006માં 20 ટકા અને વર્ષ 2012માં તેમાં પણ ઘટાડો કરીને 15 ટકા કરવામાં આવ્યો છે તેમ,મંત્રીશ્રી વધુ વિગતો આપતાં કહ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.