રેસકોર્ષ ગાર્ડનમાં વડાપ્રધાનના કાર્યક્રમના ડોમની બાજુમાંથી લોખંડની ઝાળીની ચોરી - At This Time

રેસકોર્ષ ગાર્ડનમાં વડાપ્રધાનના કાર્યક્રમના ડોમની બાજુમાંથી લોખંડની ઝાળીની ચોરી


શહેરમાં ચોરીના બનાવો અવિરત બની રહ્યા છે. જાણે કે, તસ્કરો પોલીસને ચેલેન્જ આપી રહ્યા હોય તેમ પ્રતિદિન ચોરીને અંજામ આપી રહ્યા છે. ગઈકાલે રેલનગરમાં બે મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ.3.53 લાખના મુદ્દામાલની ચોરી થઈ તેનો ભેદ નથી ઉકેલાણો ત્યાં રેશકોર્ષ ગાર્ડનમાંથી લોખંડની ઝાળીની ચોરીનો બનાવ સામે આવતાં લોકોમાં ફફડાટ ઉભો થયો છે. પોલીસની ટેક્નિકલ ટીમો અને બાતમીદારો નબળા પડ્યાં હોય તેમ ચોરીના ભેદ ઉકેલવામાં શહેરભરની પોલીસ નિષ્ફળ નિવડી હોય તેવું સામે આવી રહ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ, સ્વામિનારાયણ ચોક પાસે કૃષ્ણનગર શેરી નં.12 માં રહેતાં સુરેશભાઈ નરભેરામ ગોંડલીયા (ઉ.વ.47) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સોમનાથ એન્ટરપ્રાઇઝમાં નોકરી કરે છે અને રેસકોર્ષમાં આવેલ ગાર્ડનમાં મેન્ટેનન્સનુ કામ કરતા મજુરોનુ સુપરવાઇઝીંગ કરે છે.
ગઈકાલે સાંજના સાડા આઠેક વાગ્યે ઘરેથી વડાપ્રધાનનો કાર્યક્રમ હોય જેથી રેસકોર્ષ ગાર્ડનમા આવેલ એનર્જી પાર્કમાં રાઉન્ડમા નિકળેલ અને એનર્જી પાર્કના બગીચા પાસે પહોચેલ ત્યાં બાંધકામ ચાલુ હોય જેથી બગીચાની લોખંડની ચારેક ઝાળીઓ કાઢેલ હતી અને બગીચાની અંદરની બાજુમા રાખેલ હતી અને તે જગ્યાએ જોતા તેમાંથી એક લોખંડની ઝાળી અંદાજે 80 કીલો રૂ. 4 હજારની જોવામા આવેલ ન હતી. જેથી આજુ-બાજુમાં તપાસ કરેલ પરંતુ લોખંડની ઝાળી મળી આવેલ ન હતી જેથી 80 કિલોની ઝાળી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગઈ ગયાની ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરિયાદ પરથી પ્ર. નગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આગામી તા.25 ના વડાપ્રધાનનો રેસકોર્ષમાં કાર્યક્રમ હોય જે પહેલાં સભા સ્થળ નજીકથી જ ચોરીનો બનાવ બનતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.