અમારે પૈસાની જરૂર છે કહીં સાબુ-પાવડરના ધંધાર્થી પર ત્રણ શખ્સનો છરી-પાઈપથી હુમલો
ખોડિયારપરામાં કારખાનેદારને મળવા ગયેલાં સીરાજ ચાનીયા નામનાં સાબુ-પાવડરના ધંધાર્થી પર રાજુ ચાવડા સહિતના ત્રણ શખ્સોએ છરી-પાઈપથી હિંચકારો હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે આજી વસાહતમાં ખોડિયારનગર શેરી નં.3 માં રહેતાં સિરાજભાઇ તાજમહમ્મદભાઇ ઉર્ફે તાજુભાઇ ચાનીયા (ઉ.વ.31) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાજુ ગોવિંદ ચાવડા, પરાક્રમસિંહ ઉર્ફે કાનો દરબાર અને વિજય ઉર્ફે ચકલીનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ જથ્થા બંધ રેડીમેડ સાબુ-પાવડરનો છૂટક ફેરી કાઢી વેપાર કરે છે.
ગઈકાલે બપોરના સમયે ધંધાના કામ માટે ખોડિયારપરામાં આવેલ શિવમ બેરિંગ નામના કારખાના વાળા તેના મિત્ર વિપુલભાઈ પટેલ ત્યાં ગયેલ હતો અને ઓફિસની બહાર બેસેલ હતો.દરમિયાન અગાઉ ખોડીયાર પરામાં રહેતા રેલનગરમાં રહેતો રાજુ માવડા અને તેની સાથે પરાક્રમસિંહ ઉર્ફે કાનો દરબાર અને વિજય ઉર્ફે ચકલી ઘસી આવેલા અને આવતાની સાથે અમારે પૈસાની જરૂર છે પૈસા આપો કહેતાં તેને કહેલ કે, મારી પાસે પૈસા નથી હું નહીં આપું તેમ કહેતા ત્રણેય શખ્સો ગાળો દેવા લાગતાં જેથી ગાળો કેમ આપો છો તેવું કહેતા તેઓ ઉશ્કેરાય ગયેલા અને વધુ ઝઘડો કરી રાજુ ચાવડાએ નેફામાંથી છરી કાઢી ડોકેના ભાગે ઝીંકી દિધી હતી. યુવાન લોહીલુહાણ થઈ ગયો હોવાં છતાં પરાક્રમસિંહે લોખંડના પાઇપથી ઢોર મારમારવા લાગેલ અને વિજય ઉર્ફે ચકલીએ પણ છરીનો ઘા ઝીંકી દેતાં હાથમાં ઇજા પહોંચી હતી.
દરમિયાન રાજુ ચાવડાએ છરીના આડેધડ ઘા ઝિંકવા લાગ્યો હતો અને બાદમાં ત્રણેય શખ્સો નાસી છૂટ્યા હતાં. બાદમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને લોહીલુહાણ હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.