રાજકોટના મોરબી રોડ નજીક 15 ઝૂપડા, 2 મકાન અને 2 ઓરડી પર બુલડોઝર ફેરવાયું, 75 કરોડની 10 હજાર ચો.મી જમીન ખુલ્લી કરાવાઈ
રાજકોટ મનપાના વિવિધ પ્લોટમાં ગેરકાયદે બાંધકામો ખડકાઈ ગયા છે. જેને લઈને તબક્કાવાર આ પ્રકારના બાંધકામો દૂર કરી સરકારી જગ્યા ખાલી કરાવવા મ્યુનિસિપલ કમિશનરના આદેશથી ટીપી શાખા દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. જે અંતર્ગત આજે વધુ એક મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના મોરબી રોડ નજીક આવેલા મનપાની માલિકીના પ્લોટમાંથી કુલ 15 ઝૂપડા, 2 મકાન અને 2 ઓરડી પર બુલડોઝર ફેરવાયું હતું. 75.43 કરોડની 10777 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.