રાજકોટ-ભાવનગર રોડ પર આવેલું સેટેલાઈટ બસ સ્ટેશન સાઇલન્ટ મોડમાં, કાગડા ઊડતા હોય તેવી પરિસ્થિતિ, હર્ષ સંઘવીએ કર્યું હતું લોકાર્પણ - At This Time

રાજકોટ-ભાવનગર રોડ પર આવેલું સેટેલાઈટ બસ સ્ટેશન સાઇલન્ટ મોડમાં, કાગડા ઊડતા હોય તેવી પરિસ્થિતિ, હર્ષ સંઘવીએ કર્યું હતું લોકાર્પણ


રાજકોટના ભાવનગર રોડ પર ગત તા.2 સપ્ટેમ્બર, 2023ના રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા સેટેલાઈટ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેને 5 માસનો સમય વીતી ગયા બાદ પણ અહીંની હાલત દયનીય હોવાનું સામે આવ્યું છે. ત્યારે અહીં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું કે, અહીં ઇન્કવાયરી વિન્ડો સિવાય તમામ જગ્યાએ તાળા જોવા મળે છે. વિદ્યાર્થી અને મુસાફર પાસ, રિઝર્વેશન વિન્ડો, મહિલાઓ માટે આરામ ગૃહ સહિતની ઓફિસ બંધ છે. એસટી બસનાં એન્ટ્રી ગેઇટ પાસે દરરોજ 300 જેટલી બસોના રૂટનું લીસ્ટ મૂકાયેલું છે, પરંતુ તેને બદલે દરરોજ 90 જેટલી બસ દોડી રહી છે. અહીં મુસાફર લક્ષી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. દરરોજ 2 પાળીમાં દિવસ-રાત ઇન્કવાયરી વિન્ડો અને આઉટ ડેપોની બસો પણ અહિં આવે તો બસ સ્ટેશનના નિર્માણ માટે કરેલો કરોડો રૂપિયાનો ખર્ચ લેખે લાગી શકે તેમ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.