ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના બોર્ડ પરીક્ષા ૨૦૨૪ માટે અરવલ્લી જિલ્લા ખાતે બેઠક યોજાઇ. - At This Time

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના બોર્ડ પરીક્ષા ૨૦૨૪ માટે અરવલ્લી જિલ્લા ખાતે બેઠક યોજાઇ.


પરીક્ષા સ્થળ ઉપર વિદ્યાર્થી સમયસર પોહચે અને સંપૂર્ણ સ્વસ્થતા સાથે પરીક્ષા આપે તે માટે શિક્ષકો દ્વારા સૂચનાઓ આપવામાં આવે અને પરીક્ષા સ્થળ ઉપર વિદ્યાર્થીઓને વર્ગખંડ શોધવામાં મુશ્કેલીઓ ના થાય તે માટે આયોજન કરવું ખૂબજ મહત્વનું: અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી.

અરવલ્લી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની મુખ્ય પરીક્ષા માટે કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીકના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ.જેમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પરીક્ષા સમિતિ મહત્વના મુદ્દાઓ અને વિભાગીય જવાબદારીઓની ચર્ચા કરવામાં આવી.

અરવલ્લી જિલ્લામાં કુલ ૨ ઝોનમાં ,૪૩ પરીક્ષાકેંદ્રો ઉપર ,કુલ ૧૧૭ પરીક્ષા બિલ્ડીંગમાં અંદાજિત ૩૧૬૯૪ ધોરણ ૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જેમાં જિલ્લાના કુલ પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડીંગ, પોલીસ વિભાગ દ્વારા સ્ટાફની નિમણૂક કરવા માટે, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી દ્વારા પરીક્ષાની કામગીરી માટે સ્ટાફની નિમણુક કરવા બાબત, તે સાથે જ ઝોનલ કચેરીઓ, વીજ પુરવઠો ચાલુ રાખવા બાબત, બસ સુવિધા યોગ્ય રીતે રાખવા બાબત, અને આરોગ્ય અધિકારીશ્રી દ્વારા થતી કામગીરી, તથા પરીક્ષા માટેની માટેની બહોળી પ્રસિદ્ધિ કરવાની, તેમજ સુચારુ રૂપે આ પરીક્ષા યોજાયે તે માટેની તમામ પ્રકારની જરૂરી સૂચનાઓ કલેકટરશ્રી દ્વારા આપવામાં આવી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી,જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ,પોલીસ વિભાગ,તેમજ વીજ વિભાગ, આરોગ્ય અધિકારીશ્રી અને અન્ય સમિતિના જવાબદાર વિભાગીય અધિકારીશ્રીઓ અને આચાર્ય સંઘમાથી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.