પીડિતાને જરૂરી ડોક્યુમેન્ટ પરત અપાવી નર્સિંગના અભ્યાસ માટે બોટાદ ૧૮૧ અભયમ ટીમ દ્વારા મદદ કરવામાં આવી - At This Time

પીડિતાને જરૂરી ડોક્યુમેન્ટ પરત અપાવી નર્સિંગના અભ્યાસ માટે બોટાદ ૧૮૧ અભયમ ટીમ દ્વારા મદદ કરવામાં આવી


પીડિતાને જરૂરી ડોક્યુમેન્ટ પરત અપાવી નર્સિંગના અભ્યાસ માટે બોટાદ ૧૮૧ અભયમ ટીમ દ્વારા મદદ કરવામાં આવી

ગઇ તારીખ:-૦૯-૦૨-૨૦૨૪ ના બોટાદ શહેર વિસ્તારમાંથી પીડિત મહિલાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં ફોન કરી જણાવેલ કે તેના પતિ G.N.M નર્સિંગ અભ્યાસના જરૂરી ડોક્યુમેન્ટ આપતા નથી અને ઝઘડો કરે છે તો મદદ ની જરૂર છે તેની જાણ ૧૮૧ ટીમને થતા કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન,મહિલા કોન્સ્ટેબલ સોનગરા માયાબેન અને પાયલોટ જમોડ હરેશભાઈ તાત્કાલિક ઘટના સ્થળ પણ દોડી ગયેલ ત્યારબાદ પીડિત મહિલા સાથે વાતચીત કરવામાં આવેલ તો પીડિત મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવેલ કે તેઓના આ પ્રેમલગ્ન છે અને લગ્નને પાંચ વર્ષ જેટલો સમયગાળો થયેલ છે તેના પતિ વારંવાર અભ્યાસના ખર્ચના પૈસા બાબતે સંભળાવતા હોય છે તેમજ સાસુ ઘરકામ બાબતે બોલતા હોય તારો ઘરમા શુ સામાન છે તું શું લાવી છે એવા શબ્દોના મેણા-ટોણા મારતા હોય છે અને પિડિત મહિલા આજથી બે માસ પહેલા સાસરીના ત્રાસથી કંટાળીને તેમના સગા ભાભીના ઘરે રહેવા જતા રહ્યા હતા અને આજરોજ સાસરીમાં પોતાના ડોક્યુમેન્ટ લેવા આવેલ તો તેના પતિએ ડોક્યુમેન્ટ આપવાની ના પાડેલ અને કહેલ કે મે તને કરાવેલ અભ્યાસના પૈસા મને પહેલા આપ તો જ ડોક્યુમેન્ટ મળશે એમ હું તને ડોક્યુમેન્ટ નહીં આપુ એવુ કહી ઝઘડો કરી અપશબ્દો બોલી પીડિતાને સતત હડધૂત કરી ઘરની બહાર કાઢી મૂક્યા હતા ત્યારબાદ પીડિત મહિલાએ ૧૮૧ હેલ્પલાઇન ની મદદ માગી હતી જેથી ૧૮૧ અભયમ્ ટીમ દ્વારા બંને પક્ષને સામ-સામે બેસાડીને કાઉન્સિલિંગ કરવામાં આવેલ અને ડોક્યુમેન્ટ બાબતે કાયદાકીય માહિતી માર્ગદર્શન આપ્યું હતું અને પીડીતાના જણાવ્યા પ્રમાણે તમામ ડોક્યુમેન્ટ રાજી-ખુશીથી પાછા આપી દીધેલ ડોક્યુમેન્ટ સમયસર મળી જતા પીડીતાએ ૧૮૧ નો આભાર વ્યક્ત કર્યો હતો ૧૮૧ ટીમે સ્થળ પર સમાધાનકરી નિરાકરણ લાવેલ તેમજ ભવિષ્યમાં ફરીવાર તેમના પરિવારમાં ઝઘડા ન થાય તે માટે પીડિત મહિલાને બોટાદમાં મહિલા પોલીસ સ્ટેશનન સ્થિત PBSC સેન્ટર ખાતે લાંબા-ગાળાના કાઉન્સેલિંગ માટે લઈ જવામાં આવેલ જ્યાં કાઉન્સેલર વ્યાસ રીનાબેન અને મકવાણા રિંકલબેન એ આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.