ગાંધીનગર મહાનગરપાલિકામાં પદાધિકારીઓને સરકારી કારમાં કિલોમીટરની મર્યાદા દૂર
ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને કોર્પોરેટરો માટેની સુવિધા હવે મર્યાદા ઓળંગી રહી છે. મહાનગરપાલિકા હવે નાગરિકોના વેરાની આવકથી સ્વાયત થઇ રહી છે અને આવક વધતી જાય છે તેમ પદાધિકારીઓના ખર્ચ પણ બેફામ બની રહ્યા છે. મહાનગરપાલિકાના પદાધિકારીઓને અપાયેલી સરકારી કારમાં કિલોમીટરની તમામ મર્યાદા હવે દૂર કરી દેવામાં આવી છે. કમિશનરે માસિક 500 કિલોમીટર વધારવાની દરખાસ્ત મૂકી હતી પરંતુ આ દરખાસ્ત ફગાવીને સ્ટેન્ડિંગ કમિટીએ કિલોમીટરની તમામ મર્યાદા દૂર કરવાનો નિર્ણય કર્યો છે. મર્યાદા દૂર થતા પેટ્રોલ- ડિઝલનો ખર્ચ બેફામ થશે જેનાથી મહાનગરપાલિકાની તિજોરી પર ભારણ વધશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.