નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિઠ્ઠલપુર-ગાવડકા નોન પ્લાન રોડનું લોકાર્પણ
નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિઠ્ઠલપુર-ગાવડકા નોન પ્લાન રોડનું લોકાર્પણ
અમરેલીના યુવાન ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના મતવિસ્તારમાં વિકાસના એક પછી એક કામ ખાતમુહૂર્ત અને લોકાર્પિત થઈ રહ્યા છે. અમરેલીના વિકાસને નવી ઉંચાઈએ લઈ જવા કર્તવ્યબદ્ધ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના મતવિસ્તારમાં આવેલા વિઠ્ઠલપુર ખંભાળીયા ગામથી ગાવડકા સુધીના નોન પ્લાન રોડનું ગતરોજ લોકાર્પણ થયું હતું. અંદાજિત રૂ. ૨૦૦ લાાખ ના ખર્ચે તૈયાર થયેલા ૦૩ કિલોમીટરના આ આર.સી.સી. અને ડામર રોડનું ખાતમુહૂર્ત થતા ગ્રામ્ય વિસ્તારમાં કનેક્ટીવીટી મજબૂત બનશે. અમરેલી જિલ્લામાં માર્ગના મરામત અને નવા માર્ગના કામો હાલ પુરપાટ ગતીએ આગળ વધી રહ્યા છે ત્યારે વધુ એક રોડનું ગતરોજ લોકાર્પણ થયું હતું.
વિઠ્ઠલપુરથી ગાવડકા સુધીના ૦૩ કિલોમીટરના નોન પ્લાન રોડનું લોકાર્પણ થતા ગ્રામ્ય વિસ્તારમાં સુવિધામાં ઉમેરો થશે. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ બંને ગામના આગેવાનોને શુભકામનાઓ પાઠવી હતી અને સ્થાનિક પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરીયા, જિલ્લા પંચાયતના સભ્ય મુકેશભાઈ બગડા, વિઠ્ઠલપુરના સરપંચ ભાવેશભાઈ, ફતેપુરના સરપંચ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.