'તારે મારી સાથે સંબંધ રાખવો છે કે નહિ' કહી મહિલાના મોપેડને ટક્કર મારી - At This Time

‘તારે મારી સાથે સંબંધ રાખવો છે કે નહિ’ કહી મહિલાના મોપેડને ટક્કર મારી


ઉત્તરપ્રદેશમાં પરણાવેલી યુવતી તેના પિયર ગાંધીનગરમાં આવતા એક રોમિયો વારંવાર તેની સાથે સબંધ રાખવા દબાણ કરતો હતો. જ્યારે થોડા સમય પહેલા મહિલા સેક્ટર 26 ખાતે તેનુ ટુ વ્હીલર લઇને જતી હતી, તે સમયે રોમિયોએ કાર લઇને પીછો કર્યો હતો અને મહિલાને રસ્તામાં ઉભી રાખી તેની સાથે સબંધ રાખવા દબાણ કર્યુ હતુ અને લાફો મારી દીધો હતો. ત્યારબાદ મહિલા તેનુ વાહન લઇને નિકળી જતા કારથી ટક્કર મારી હતી. જેને લઇ સેક્ટર 21 પોલીસ મથકમાં રોમિયો સામે ગુનો નોંધાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.