બરવાળાથી પાંચ ગામની જોડતો રસ્તાનું કામ અધૂરું રહેતા લોકો પરેશાન તાત્કાલિક કામગીરી શરૂ કરવા રજૂઆત કરી
બરવાળા તાલુકાના કાપડીયાળી, ઢાઢોદર સહીતના ચાર ગામથી બરવાળા જવાનો નવ કિલોમીટર નો મુખ્ય રસ્તો છે જે અનેક રજુઆતો બાદ પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ રૂપિયા 4.42 કરોડના ખર્ચે મંજુર થયો હતો પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તો બનાવવાનું કામ શરૂ કરીને મેટલ પાથરી હતી અને ત્યારબાદ કોઈપણ કારણે છેલ્લા દોઢ માસથી કામને બંધ કરવામાં આવેલો. જેથી ક્યારેક ગામના લોકોને બરવાળા જવા માટેનો આ એકમાત્ર રસ્તો છે ત્યારે ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય સરપંચ સહિતના લોકોએ રસ્તાનું કામ શરૂ કરવા અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું નથી જેથી તાત્કાલિક આ રસ્તો શરૂ કરવામાં લોકો માંગ કરી રહ્યા છે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ કાપડીયાળી ,ઢાઢોદર, માલપરા, દાત્રેટિયા ગામોને બરવાળા આવવા માટે નો એકમાત્ર રસ્તો જે વર્ષોથી બિસ્માર હતો જેથી તમામ ગામોના સરપંચો અને લોકોની વારંવારની રજૂઆતો બાદ 2020 માં પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ રૂપિયા 4.42 કરોડના ખર્ચે નવ કિલોમીટરનો રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો પરંતુ તેનું કામ શરૂ કરાયું ન હતું આખરે બે માસ પહેલા આ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા પર મેટલ પાથરવાની કામગીરી શરૂ કરાઈ હતી પરંતુ દોઢ માસ પહેલા અચાનક રોડ બનવાની કામગીરી બંધ કરી અને કામ અધૂરું મૂક્યું હતું જેથી ગામ લોકો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કાપડીયાળી ગામના સરપંચ બાબુભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે બરવાળા તાલુકાના કાપડીયાળી ઢાંઢોદર વાઢેળા માલપરા દાત્રેટીયા સહિતના ગામોથી બરવાળા જવા માટેનો આ એકમાત્ર રસ્તો છે બરવાળા તાલુકો હોવાથી આ વિસ્તારના લોકોને આરોગ્ય કે અન્ય નાના-મોટા કામોને લઈને કાયમી બરવાળા જવાનું થતું હોય છે પરંતુ રસ્તાનું કામ અધૂરું મુકાતા રસ્તો બીસમાર હાલતમાં છે જેથી બરવાળા પહોંચવામાં કલાકોનો સમય વીતી જાય છે તેમ જ ખરાબ રસ્તાને કારણે અનેક વાર અકસ્માતો પણ સર્જાય છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.