સોમનાથ -વેરાવળ. નાં. અનોખા. રેડિયો ચાહક આજ. 13.. ફેબ્રુઆરી. વિશ્વ. રેડિયો દિવસ.
સોમનાથ -વેરાવળ. નાં. અનોખા. રેડિયો ચાહક
આજ. 13.. ફેબ્રુઆરી. વિશ્વ. રેડિયો દિવસ.
આજ સમગ્ર દેશ વિશ્વ વિશ્વ રેડિયો દિવસ. ઉજવી રહ્યો છે. એ જાણવું રસપ્રદ થશે કે વેરાવળના 60 ફુટ રોડ ઉપર યોગેશ્વર સોસાયટીમાં રહેતા માલદે દાસા મેર અજબ ગજબના રેડિયો ચાહક છે. જેમની પાસે 150 થી પણ વધારે દેશ વિદેશના. રેડિયો છે. બધા રેડિયો ચાલુ અવસ્થામાં છે. બાળપણથી તેમને રેડિયો સાંભળવાનો અને સંગ્રહ કરવાનો શોખ છે. તેમના સઁગ્રહમાં શાર્પ , ઝેનિથ, નેશનલ પાનાસોનીક, ફિલિપ્સ, મેરફી, ગ્રેડિંગ જર્મની વગેરે અનેક કંપનીઓના અને વિવિધ દેશના રેડિયો છે. તેમણે પોતાની મોબાઈલ રિંગટોન પણ આકાશવાણીની રેડિયો ટ્યૂન રાખી છે. માલદેભાઇએ સાથીદારોનો સહકાર લઇ વેરાવલમાં. Fm રેડિયો. સ્ટેશન બને તે માટે 5000 પોસ્ટકાર્ડ મોકલીને ઝુંબેશ. ચલાવી હતી અને જેના પરિપાક રૂપે તેમજ તંત્રના સહકારથી આજે વેરાવળમાં fm સ્ટેશન છે.
વેરાવલના માલદે ભાઈએ દેશ વિદેશનાં સ્ટેશનો સાંભળી શકાય તે માટે અગાસીમાં ખાસ ખરચો કરી. એન્ટના પણ. લગાવ્યું છે.
વેરાવળ વિદ્યુત નગર સોસાયટીમાં રહેતા દિનેશ વૈદ્ય કહે છે, મારાં ઘરમાં. ટીવી. છે. પણ જ્યાં સુધી રેડિયો ન સાંભળું ત્યાં સુધી મને ચેન જ ન પડે. મારી પાસે જુના 2 રેડિયો પણ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.