જગાપુરા ગામમાં મહાસુદ બીજનાં દિવસે ગોદડનાથ મહારાજ શોભાયાત્રા નીકળી ને ભવ્ય ઉજવણી કરવામાં આવી - At This Time

જગાપુરા ગામમાં મહાસુદ બીજનાં દિવસે ગોદડનાથ મહારાજ શોભાયાત્રા નીકળી ને ભવ્ય ઉજવણી કરવામાં આવી


જગાપુરા ગામમાં મહાસુદ બીજનાં દિવસે ગોદડનાથ મહારાજ શોભાયાત્રા નીકળી ને ભવ્ય ઉજવણી કરવામાં આવી

વડનગર નગર તથા તાલુકા એ આધ્યાત્મિકતા ઉર્જા થી ભરેલી ભૂમી છે.તેમા ગુરુ ઓની આ ક્ષેત્રમાં તપોબળ વધુ છે તેમાં ગોદડ નાથ મહારાજે તીડ જ ના આક્રમણ ને બચાવવા માટે ધ્યાન યોગ કરી ને પોતાની શક્તિ ની ઉર્જા થી આ પ્રકોપ ને બચાવ્યા હતા તેથી ચાલતી પરંપરાગત ચાલી રહી છે તેવા વડનગર તાલુકાનું ચાર કિમી દૂર આવેલા જગાપુર ગામ ખાતે 400 ધરો માં મહા સુદ બીજનાં દિવસે ગામ ઉજાણી થાય છે.
તેમાં આ ગામ માં રહેવાસી ધાર્મિક લોકો પોતાના ધરે થી ગુરુ મહારાજ ના મંત્ર જાપ કરતાં કરતાં લાડુ બનાવી ને સ્મસ્ત ગ્રામજનો ગોદડનાથ મંદિર ના આશ્રમ ના પરિસર માં હ્રદય પૂર્વક લોકો ભેગા મળીને ભોજન પ્રસાદ લઈ ને વર્ષો જૂની પરંપરાગત માનતા એટલે કે તીડે આક્રમણ થી બચવા માટે ગુરુ ગોદડનાથ ગ્રામજનો ગુરુ મંત્ર આપ્યો હતો.
તેથી તીડ ગામમાં પ્રવેશ કર્યો ના હતો અને કારણે ગુરુ સંદેશ થી ગામમાં તીડ નું આક્રમણ થી બચી ગયું તેના માન માં રવિવાર ના દિવસે જગાપુરા ગામમાં અંતરમન થી શોભાયાત્રા નીકાળી હતી અને મોટી સંખ્યામાં આ શોભાયાત્રા જોડાયા હતા આ પ્રસંગે ગામ ની દિકરી તથા સગા સંબંધી ભાવભર્યું આમંત્રણ આપવા માં આવે છે.
આ અંગે ગામના અગ્રણીઓના જણાવ્યું હતું કે નાની ઉંમરે માં સંત થયેલા ગોદડનાથ મહારાજ જગાપુરા વર્ષો સુધી તપ ધ્યાનકર્યું હતું . ત્યારે બાદ સન 1621 માં જગાપુરા ગામમાં સમાધી લીધી હતી ત્યારથી ગામ લોકો તેમની પૂજા કરે છે. ચાલી આવતી પરંપરા અંગે અગ્રણીઓ એ જણાવ્યું હતું કે વર્ષો
અગાઉ તીડ ખેતર માં ભારે નુકસાન કરતાં હતાં અને આ ગામ માં તીડ આવ્યા ના હતાં તેથી મંદિર ના સ્થાને ‌બેઠેલા ગોદડનાથ મહારાજ નો આંતરમન ની ઉર્જા થી સ્મસ્ત ગામ ના ખેતરના પાક ને નુકસાન થી બચાવ્યું હતું તેથી મહા સુદ બીજનાં દિવસે ગામજનો લાડુ શાક દાળ ભાત સહિત ની વાનગીઓ બનાવીને તમામ લોકો મંદિર ના પરીસર માં જ ઈ ને ત્યાં જે જે દિકરા દિકરીઓને ને બાબરી કે કોઈ માનતા પૂર્ણ કરી ને મંદિર માં મંત્ર જાપ આરતી કરી ને આનંદ ઉલ્લાસ ઉત્સાહ પૂર્વક ભોજન પ્રસાદ લેતા હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.