બે શખ્સો ને ચોરાઉ 59 મોબાઈલ સાથે અમૂલ સર્કલ પાસેથી દબોચી રૂ.4.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો - At This Time

બે શખ્સો ને ચોરાઉ 59 મોબાઈલ સાથે અમૂલ સર્કલ પાસેથી દબોચી રૂ.4.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો


રાજકોટમાં તસ્કરોએ કોહરામ મચાવ્યો છે ત્યારે પોલીસ પણ તેટલી જ સક્રિય થઈ છે. થોરાળા પોલીસની ટીમે શાપર, મેટોડા, વાવડી, શ્રી હરી સહિતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી મોબાઈલ ચોરતા બે તસ્કરોને ઝડપી મોટી સફળતા મેળવી હતી. તસ્કર અમન ઉર્ફે બાટલી અને શાહનવાજ ઉર્ફે નવાજ પાસેથી ચોરાઉ 59 મોબાઈલ સાથે અમૂલ સર્કલ પાસેથી દબોચી રૂ.4.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશ્નર વિધી ચૌધરી ઇન્ચાર્જ ડીસીપી પુજા યાદવએ શહેરમાં ચોરી તથા ચીલઝડપના અનડીટેક્ટ ગુન્હા ડીટેક્ટ કરવા આપેલ સુચનાથી થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી હરી ઇન્ડસ્ટ્રીયલ એરીયામા ચીલઝડપનો બનાવ બનતા ગુનાનો ભેદ ઉકેલવા થોરાળા પોલીસ મથકના પીઆઈ બી.એમ.ઝણકાટના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.ટી.જીંજાળા અને સ્ટાફ ટેકનીકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ઇ-ગુજકોપ, પોકેટકોપ મોબાઇલની મદદથી અને આરોપીઓને શોધવા પેટ્રોલીંગમા હતા.
ત્યારે હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહ જાડેજા, સંજયભાઇ હેરમા, કોન્સ્ટેબલ રાકેશભાઇ બાલાસરાને મળેલ બાતમીના આધારે અમુલ સર્કલ પાસેથી શંકાસ્પદ હાલતમાં ઉભેલ શાહનવાજ ઉર્ફે નવાજ અનવર વરીયા (ઉ.વ.19),(રહે.વાવડી ગામ, શીવધારા સોસાયટી સામે) અને અમન ઉર્ફે બાટલી જાવીદ કૈયડા (ઉ.વ.20),(રહે ખોડીયારનગર શેરી નં 06, લકી ડેરી સામે, એસ.ટી.વર્ક શોપ પાછળ, ગોંડલ રોડ) ને પકડી તપાસ કરતાં પાંચ મોબાઇલ ફોન મળી આવતા બન્ને શખ્સોને મોબાઇલ બાબતે પુછપરછ કરતા તે મોબાઇલ ફોન ચોરી કરેલ છે તેમજ વધું પૂછપરછમાં ચોરી કરી અન્ય છૂપાવેલ અલગ-અલગ કંપનીના 53 મોબાઈલ કાઢી આપી થોરાળા પોલીસ મથકમાં નોંધાયેલ મોબાઈલ ચોરીનો ગુનાનો ભેદ ઉકેલી બંને શખ્સોની ધરપકડ કરી હતી.
વધું આરોપીની પૂછપરછમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શાપર, મેટોડા, વાવડી, શ્રીહરી સહિતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રાત્રીના સમયે બાઇકની નંબર પ્લેટ પર સેલો ટેપ લગાવી નીકળતાં અને ચાલીને વાત કરતાં જતાં પરપ્રાંતીય મજૂરોના હાથમાંથી મોબાઈલની તફડંચી કરી નાસી છૂટતાં હોવાની કબૂલાત આપી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.