વિછીયા શ્રી ભડલી પ્રા.શાળા નંબર ૨ માં ૭૫ માં પ્રજાસતાકદિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી
(ભરત ભડણીયા દ્વારા જસદણ)
પ્રજાસત્તાક દિન નિમિતે વિછીયા શ્રી ભડલી પ્રાથમિક શાળા નંબર 2 માં દિકરી ને સલામ દેશ કે નામ ' થિમ પર શાળામાં જ અભ્યાસ કરીને હાલ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ત્રમટા કિરણબેન સવસીભાઈના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળા ના ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને સાથે સાથે વર્ષ દરમિયાન શાળા માં યોજાયેલ જુદી જુદી સ્પર્ધાઓ જેવી કે રાખડી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ગરબા સ્પર્ધા, દીપોત્સવ સ્પર્ધા, ૨૦૨૪ નવા વર્ષ ની વધામણી ના ભાગ રૂપે યોજાયેલ HAPPY NEW YEAR-2024 કાર્ડ સ્પર્ધા, પતંગ સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરેલા વિદ્યાર્થી ઓ ને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
15 મી ઓગસ્ટ 1947 ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયા બાદ આટલા મોટા દેશ ની પ્રજા ની સુખાકારી અને સલામતી માટે તથા દેશ ના ઉજ્જવળ ભવિષ્ય માટે દેશ ના લોકો નું પોતીકું બંધારણ ની રચના કરવા માટે એક બંધારણ સમિતિ ની રચના કરવામાં આવી. ભારત દેશ માટે એક ઉમદા બંધારણ નિર્માણ પામે તે હેતુ થી બંધારણ સમિતિ એ દુનિયા ના વિવિધ દેશો ના બંધારણ નો અભ્યાસ કરી ને આપણાં બંધારણ ની રચના કરી. અને 26 જાન્યુઆરી એ આ બંધારણ ભારત ની જનતા યે અપનાવી ને એક નવા યુગ ની શરૂઆત કરી. આ દિવસ એટલે 26 જાન્યુઆરી અને આ દિવસ ભારત ની જાનતા માટે સ્વાભિમાન નો દિવસ હતો.
આમ, 26 જાન્યુઆરી ભારત નો ગૌરવવંતો દિવસ દરમીયાન શાળામાં ગ્રામજનોએ બહોળા પ્રમાણમાં હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય મનસુખભાઈ હાંડા, વિપુલભાઈ કટેશિયા, ધર્મેન્દ્રભાઈ કાછડ, પ્રદીપભાઈ સોલંકી, ધર્મેન્દ્રભાઈ ડોડીયા, ભાવિકાબેન જીલડિયા, આરતીબેન ચાવડા તથા શિતલબેન ચિખલિયા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.