બોટાદના આપના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ બોટાદના લાંચિયા અધિકારીઓ ઉપર કરી લાલ આંખ
બોટાદના આપના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ બોટાદના લાંચિયા અધિકારીઓ ઉપર કરી લાલ આંખ
બોટાદના જાગૃત ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ બોટાદમાં ચાલતા ભ્રષ્ટાચાર બંદ કરવા માટે મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવેલી.બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ જણાવ્યું કે બોટાદના ચીફ ઓફિસર વિરુદ્ધ અનેક રજૂઆત મળી હતી જેમાં બોટાદમાં નવનિર્માણ પામતા શોપિંગ સેન્ટરોના માલિકો પાસેથી લાંચ લઈ પાર્કિંગ વગરના તેમજ ફાયર સેફ્ટી વગરના શોપિંગ સેન્ટરો બનાવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તેમજ ડોર ટુ ડોર કામ કરતી કચરાની એજન્સી અને ચીફ ઓફિસરની મીલીભગતથી બોટાદમાં ગંદકી ફેલાવવા અને બોટાદમાં મધુમતી નદીમાં બિનકાયદેસર બિલ્ડીંગ બનાવવા અને નગરપાલિકા વિસ્તારના વિકાસના કાર્યોમાં રોડ રસ્તાઓ,ગટરના વાર્ષિક કોન્ટ્રાકટ,પેવર બ્લોકના કોન્ટ્રાકટ અને અન્ય વાર્ષિક કોન્ટ્રાકટમાં મસમોટી લાંચો લઈ વિકાસકાર્યોની ગુણવતા ખુબ જ ખરાબ હાલતમાં છે.બોટાદની જનતાની રજૂઆતના આધારે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ ચીફ ઓફિસર વિરુદ્ધ તપાસ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ જેના અનુસંધાને મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા છે,વધુમાં બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું કે બોટાદમાં આવી કોઈપણ પ્રવૃત્તિ ચલાવી લેવામાં નઈ આવે.
બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.