સમગ્ર હિન્દૂ સમાજ વચ્ચે રથયાત્રા રામસેતુ રૂપ એકતા પ્રગટાવી. દામનગર શહેર ની ઐતિહસિક રાધવેન્દ્ર સરકાર ની રથયાત્રા સરદાર ચોક માં સામુહિક મહાઆરતી નો અલોકિક નજારો શહેર સજ્જડ બંધ અઢારે આલમ ની ઉપસ્થિતિ
દામનગર શહેર ની ઐતિહસિક રાધવેન્દ્ર સરકાર ની રથયાત્રા શહેર સજ્જડ બંધ અઢારે આલમ ની ઉપસ્થિતિ દેશ કાળ ભાષા સંસ્કૃતિ ના ભેદ દૂર દિવે દેવો પ્રગટ્યો સામુહિક આરતી નો અલોકીક નજારો રચાયો ભુરખિયા રોડ લટુરિયા હનુમાનજી મંદિર થી પૂજ્ય સંતો સેવાદાસબાપુ ગુરુકુળ ના કોઠારી ચંદ્રપ્રકાશદાસજી સ્વામી વિષ્ણુચરણદાસજી શાસ્ત્રીજી સ્વામી આનંદસ્વરૂપદાસજી સત્યનારાયણ આશ્રમ ના પૂજ્ય ભક્તિગિરી માતાજી શ્રી કુંભનાથ મહાદેવ શ્રી વેજનાથ મહાદેવ મહંત શ્રી સહિત ના વિરિષ્ટ સંતો ના વરદહસ્તે ભવ્યતિભવ્ય રથયાત્રા નું પ્રસ્થાન શહેરભર ના રાજ માર્ગો ઉપર જય જય શ્રી રામ ના જયઘોષ ના ગગનભેદી નાદ સાથે અકડેઠઠ જનમેદની અસંખ્ય વાહનો ની લાઈનો રથયાત્રા માં ૨૦ થી વધુ ફ્લોટ સિનિયર સીટીઝન નેપાળી સમાજ મહિલા સતસંગ મંડળ બાળ વેશભૂષા વહન કરતા રથ માં યજ્ઞાચાર્યો દ્વારા વૈદિકમંત્રોચ્ચાર સાથે વ્યસન મુક્તિ યજ્ઞ નો દર્શનીય નજારો રચતી ના ભૂતો ના ભવિષ્યે યોજાય તેવી દિવ્ય અને ભવ્ય રથયાત્રા યોજાય સમગ્ર હિન્દૂ સમાજ ને એક તાંતણે બાંધી દેતી રથયાત્રા માં સ્વયંભૂ જુવાળ શહેર ના દરેક વિસ્તારો માંથી આબાલ વૃદ્ધ મહિલા બાળકો યુવાનો સહિત ની વિશાળ હાજરી સાથે રથયાત્રા શહેર ના સરકાર ચોક પહોંચતા માનવ સેલાબ બેચવા કે ઉભા રહેવા ની પણ જગ્યા ન મળે તેવી જન મેદની જય જય શ્રી રામ ના નાદ સાથે રાધવેન્દ્ર સરકાર ની ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ની રંગારંગ ઉજવણી માટે અદભુત ઉદારતા અનેક વિધ સેવા કાર્યો જનજાગૃતિ ધર્મ ધ્વજ નો પડચમ લહેરાયો
હતો રથયાત્રા દરમ્યાન દામનગર ગુરૂકુળ અને લટુરિયા હનુમાનજી મંદિર સેવાદાસબાપુ સહિત ના સંતો અને કાર સેવકો એ રામજી મંદિર રામપંચાયત ખાતે રાધવેન્દ્ર સરકાર ને પુષ્પ અભિષેક કર્યો સમગ્ર શહેર માં ભારે હર્ષ ઉલ્લાસ કાર સેવકો સાથે સેલ્ફી પડાવવા યુવાનો માં અનેરો ક્રેઝ જોવા મળ્યો શહેર ના સરદાર ચોક ખાતે રથયાત્રા સમાપન થઈ હતી ગદગદિત કરતી માનવ મેદની વચ્ચે ભવ્ય અને દિવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ નું લાઈવ ટેલિકાસ્ટ હજારો રામભક્તો એ નિહાળી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.