મનપાનાં ચોપડે શરદી-ઉધરસના સહિત વિવિધ રોગના 1668 કેસ, ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીની સંખ્યા 7 હજારથી વધુ હોવાનું અનુમાન
રાજકોટમાં ઠંડી વધતા રોગચાળો વકર્યો છે અને મનપા દ્વારા જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક આંકડાઓમાં શરદી-ઉધરસના 1239 સહિત વિવિધ રોગના 1668 કેસ નોંધાયા છે. જેમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનાં પણ 1-1 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. હાલ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રો અને સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જાહેર થયેલા આ આંકડા સરકારી હોસ્પિટલ અને મનપાનાં આરોગ્ય કેન્દ્રો ખાતેનાં છે. જો ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓને ધ્યાનમાં લઈએ તો આ સંખ્યા 7 હજારથી વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.