પાંચાળ પ્રદેશમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવ્ય અને ભવ્યાતી ભવ્ય ઉજવાશે અને ઐતિહાસિક દિવસ સુવર્ણ અક્ષરે ઇતિહાસ સર્જાશે : વિનોદભાઈ વાલાણી - At This Time

પાંચાળ પ્રદેશમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવ્ય અને ભવ્યાતી ભવ્ય ઉજવાશે અને ઐતિહાસિક દિવસ સુવર્ણ અક્ષરે ઇતિહાસ સર્જાશે : વિનોદભાઈ વાલાણી


(હર્ષદ ચૌહાણ દ્વારા જસદણ)
ગુજરાત સરકારના તેજસ્વી અને તપસ્વી કેબિનેટ મંત્રી અને જસદણ વિંછીયાના લોકપ્રિય ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા વિછીયા ખાતે વહેલી સવારે હાજર રહી રામલલ્લાની વિરાટ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશે.

અર્પણ,તર્પણ,સમર્પણ,સંત સુરા સતી શૂરવીરો અને દાતારીનો અમર ઇતિહાસ ધરાવતી પાંચાળની ધન્ય ધરાનાં શહેરો અને ગામડાઓમાં રામલલ્લાની શોભાયાત્રાની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે મંદિરો શેરીઓ શણગાર સજી અયોધ્યામય અને રામમય બન્યું છે,પાંચાળ પ્રદેશના શહેરો અને ગામડાઓમાં વહેલી સવારે પ્રભાતફેરીઓ સાંજે ધૂન મંડળીઓ ભજન મંડળીઓ તેમજ વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમો થકી ઊજવણી થઈ રહી છે અને શોભાયાત્રામાં સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રસાદી અને અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે,રામલલાની શોભાયાત્રા દરમ્યાન સામાજિક સમરસતા અને જનમંગલ ની શુભ ભાવનાથી આજે સન્ની મુસ્લિમ સમાજ,દાઉદી વોરા સમાજ તેમજ ઈસ્લામી ખોજા જ્ઞાતી દ્વારા ચા-પાણી નાસ્તા અને સરબસની વ્યવસ્થા કરાય છે ,૫૦૦ વર્ષ પછી જન્મ સ્થળે ભગવાન શ્રીરામ અયોધ્યા બિરાજમાન થશે ત્યારે ભવ્યથી ભવ્ય શોભાયાત્રાઓમાં હજારો લોકો જોડાશે અને સામાજિક સમરસતા અને દરેક સર્વજ્ઞાતિ એકતાના દર્શન થશે એમ અંતમાં પાંચાળ સર્વજ્ઞાતિ એકતા સમિતિના પ્રમુખ વિનોદભાઈ વાલાણી ની યાદીમાં વધુમાં જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.