રાજકોટ:ટેબલ મુદ્દે ફરી ધમાસાણ ન થાય તે માટે ડીસ્ટ્રીકટ જજને રજુઆત
નવી કોર્ટમાં ટેબલ વિવાદ ચગ્યો છે. જેને લઈ અમુક વકીલો હવે આકરી કાર્યવાહી થાય તેના મુડમાં છે. રાતો-રાત કોઈને જાણ કર્યા વગર ખુદ બોડીના જ વકીલોએ ટેબલ મુકી દેતા વકીલોમાં પોતાના જ પ્રતિનિધિઓ સામે અવિશ્વાસની લાગણી જન્મી છે. જેને લઈ આગળના સમયમાં કોઈ વકીલને અન્યાય ન થાય તે માટે 150થી વધુ વકીલોએ ડીસ્ટ્રીકટ જજને રજુઆત કરી છે.
રજૂઆતમાં વકીલોએ ડીસ્ટ્રીક્ટ જજને સંબોધી જણાવ્યું કે, અમે રાજકોટ બાર એસો.ના સભ્ય વકીલો છીએ અને મહદ અંશે જુનીયર એડવોકેટ છીએ. કોઇ રાજકીય કે અન્ય કોઇ જ જુથવાદ કરતાં વકીલો નહીં, પરંતુ લીગલ પ્રેક્ટીસના ફીલ્ડમાં સ્ટ્રગલ કરતા લોકો છીએ. વિનંતિ સહ ટુંકમાં નીચે મુજબની અમારી નમ્ર અરજ કરીએ છીએ. (અમે કોઇ જ ટેબલ ધરાવતા નથી, અને આપની સૂચના વિના કોઇ જ ટેબલ રાખેલ નથી કે રાખવા માંગતા નથી. હાલમાં વકીલોને ટેબલ રાખવાની માંગણી અન્વયે ન્યાયાધીશો સાહેબો સાથે બારના પ્રમુખ અને સભ્યોની વ્યવસ્થા કમીટી બનાવી અને જરુરી લીસ્ટ બનાવી નામો મેળવી અને આપની મંજુરી બાદ આવા ટેબલો રાખવાની બાબત બારના હોદેદારોને સુચના આપવામાં આવેલી હતી. આમ છતાં પણ આવી કમીટીમાં રહેલા બારના સભ્યોએ જ અત્યંત નિંદનીય અને ગેરકાયદેસર રીતે કમીટીની સુચના વિના તેમના અને તેમના લાગતા વળગતા લોકોના ટેબલ કોર્ટની સ્પેસમાં દાદાગીરીપૂર્વક કોઇપણ પ્રકારની કાયદેસરની મંજુરી કે પરવાનગી વિના તેમના આશરે 300થી વધુ ટેબલો તા.8-1ના રોજ કોર્ટ સમય બાદ બળજબરીપૂર્વક રીતે કોર્ટ પ્રિમાઇસીસમાં એન્ફ્રોચમેન્ટ કરીને ઘુસાડી દીધેલા છે.
જેથી આવા ગુનાહીત કૃત્યને પ્રથમ દુર કરવાની સુચના આપ દ્વારા સખત રીતે પાલન કરવાની શરત અને આવા બારના કમીટીના સભ્યો દ્વારા કરવામાં આવેલ વિશ્વાસઘાત-છેતરપીંડીવાળા કાર્યને દૂર કરવા બારના હોદેદારો મારફતે કરીને આપને જાણ કરવા તાત્કાલીક રીતે કહેવામાં આવેલ. ત્યારબાદ પણ આવા ખોટા કાર્યને દુર કરીને અને નિમવામાં આવેલ મહે. જ્યુડી. ઓફિશીયલ્સની યોગ્ય મંજુરી બાદ ધારા-ધોરણસર બેઠક વ્યવસ્થા કરી શકાય તે માટે પણ આપ દ્વારા જણાવવામાં આવેલ.
હાલના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ધરાવતા તત્વો કે બારના પ્રમુખ કે હોદેદારો દ્વારા આવા કોઇ જ એન્ફ્રોચમેન્ટ દુર કરવા કોઇ જ કાર્ય કરવામાં આવેલ નથી. બે-ચાર લોકોના ગુનાઇત કાર્યને લીધે અન્ય તમામ લોકો હાડમારી ભોગવવી પડે છે તેમજ જ્યાં સુધી આવા લોકોને નશ્યતે નહીં કરવામાં આવે ત્યાં સુધી પ્રથમ માળ પર અન્ય વકીલો બેસી શકીએ તેવી સામાન્ય ખુરશી પણ લાવવાની મનાઇ રહેલી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.