બહુચર્ચિત નેતા ના ઈજનેર પુત્ર ના માટી ખનન મુદ્દે. અંતે માપણી કરવા કલેકટર અમરેલી નો આદેશ ગૌચર માંથી માટી ખનન કરી રોડ બનાવતા નેતા પુત્ર સામે માપણી બાદ દંડાતમક પગલાં નક્કી થશે
બહુચર્ચિત નેતા ના ઈજનેર પુત્ર ના માટી ખનન મુદ્દે. અંતે
માપણી કરવા કલેકટર અમરેલી નો આદેશ
ગૌચર માંથી માટી ખનન કરી રોડ બનાવતા નેતા પુત્ર સામે માપણી બાદ દંડાતમક પગલાં નક્કી થશે
અમરેલી જિલ્લા કલેકટર અમરેલી દ્વારા ન ચિ /જમન/ ૩ /વશી/ ૮૩૧૦/૨૦૨૪ તા.૧૦/૦૧/૨૪ થી ગૌચર માંથી થયેલ માટી ખનન મુદ્દે તાત્કાલીક (૧) ભુસ્તરશાસ્ત્રીશ્રી, ખાણ ખનિજ શાખા, અમરેલી (૨) મામલતદારશ્રી, અમરેલી(શ)
(૩)ડી.આઈ.એલ.આર.શ્રી, અમરેલી ને ખનન માપણી કરવા આદેશ અમરેલીની જમીનમાંથી ગેરકાયદેસર ખોદાણ કરી રોડના કામે ઉપયોગમાં લેવામાં આવતી હોવાની ફરિયાદ બાબતે સંયુકત તપાસનો અહેવાલ. સંદર્ભ માં પત્ર નં.જીએ/ફરિયાદ/તપાસ/અહેવાલ/૨૦૨૩/૨૪/૨૩૮૪ તા.૬/૯/૨૩ વિષયે અરજદાર RTI એક્ટિવિસ્ટ નાથાલાલ વી. સુખડીયા દેવળીયા, એ તા.અમરેલીએ તા.૧૫/૫/૨૩,તા.૧૬/૫/૨૩, તા.૧૩/૭/૨૩,તા.૧૨/૮/૨૧,તા.૨૩/૮/૨૩ ની અરજીઓ થી અમરેલીના ગૌચર સ.નં.૩૩૪ ૫.૫ની જમીનમાંથી ગેરકાયદેસર ખોદાણ કરી, રોડના કામે ઉપયોગમાં લેવાની માટી સત્વરે રોકી જવાબદારો સામે કાર્યવાહી કરવા સબંધે રજૂઆત કરેલ છે.જે સબંધે સંદર્ભિત પત્રથી તંત્ર એ સંયુકત સહીથી અહેવાલ રજૂ કરેલ માં અહેવાલ માં સર્વે.નં.૩૩૪ પૈ.ની જમીન ગૌચર સદરની હોઈ, સદરહુ ગૌચરની જમીનમાંથી સાદી માટી ખનીજનું ખનન ગેરકાયદેસર રીતે થયેલ હોવાનું જણાવેલ તેમજ ગૌચરની જમીનમાંથી થયેલ ખનનવાળા વિસ્તારમાંથી પાણીનો નિકાલ થયા બાદ સાદી માટી ખનીજના કેટલા મેટ્રીક ટન જથ્થાનું ખનન થયેલ છે? તે નકકી કરી શકાય. ત્યારબાદ સદરહુ ગૌચરની જમીનમાં ખનન કરનાર કસુરદારો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવેલ છે.
છેલ્લા ઘણા સમયથી વરસાદ નથી તેમજ હાલ પણ વરસાદની ઋતુ નથી. જેથી આ બાબતે મામલતદારશ્રી, અમરેલી(શ), ડી.આઈ.એલ.આર.શ્રી, અમરેલી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી, અમરેલીને સાથે રાખી, કેટલા મેટ્રીકટન જથ્થાનું ખનન થયેલ છે? તે અંગે તાત્કાલીક તપાસ કરી, જવાબદારો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવા તથા કરેલ કાર્યવાહીનો અહેવાલ ભુસ્તરશાસ્ત્રીશ્રી, ખાણ ખનિજ શાખા, અમરેલીને રજૂ કરવા જિલ્લા કલેકટર ના આદેશ માં જણાવવામાં આવેલ છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.