ગાંધીનગરના ગિફ્ટ સિટીથી અમદાવાદના વિવિધ વિસ્તારોને જોડતી રાજ્યની પહેલી એસી ઈલેક્ટ્રિક ડબલડેકર બસનું લોકાર્પણ કરવામાં આવ્યું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની જાહેર પરિવહન સેવાને વિશ્વ સ્તરીય તેમજ પર્યાવરણપ્રિય બનાવવાના ધ્યેય સાથે ગાંધીનગરના ગિફ્ટ સિટીથી અમદાવાદના વિવિધ વિસ્તારોને જોડતી રાજ્યની પહેલી એસી ઈલેક્ટ્રિક ડબલડેકર બસનું લોકાર્પણ કર્યુ હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ આ અદ્યતન ડબલડેકર બસમાં વાહનવ્યવહાર રાજ્ય મંત્રીશ્રી, અન્ય મહાનુભાવો તેમજ બાળકો સાથે બેસી મુસાફરીનો આનંદ પણ માણ્યો હતો.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.