મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024’ નો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી શુભારંભ કર્યો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024’ નો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્યના મંત્રીશ્રીઓ, અન્ય મહાનુભાવો તથા વિશ્વભરમાંથી આવેલ પતંગરસિયાઓની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો. ના શુભારંભ પ્રસંગે દેશ-વિદેશના પતંગબાજો દ્વારા વિવિધ પ્રકારના વિશિષ્ટ પતંગો સાથે પરેડ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્સવો-તહેવારોને જનભાગીદારીથી લોકોત્સવ બનાવવાની પરંપરા ઊભી કરી છે અને તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આ મહોત્સવની શરૂઆત કરાવીને ગુજરાતના લોકપ્રિય પતંગ પર્વને વિશ્વખ્યાતિ અપાવી છે. પતંગ મહોત્સવને ટુરિઝમ પ્રમોશનનો મહોત્સવ ગણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતની સંસ્કૃતિ અને સામર્થ્યની અનુભૂતિ કરાવતા આ પ્રકારના મહોત્સવના આયોજન થકી રાજ્યમાં રોજગારીની તકોનું નિર્માણ કરીને અર્થતંત્રને મજબૂત બન્યું છે. તેમણે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાનશ્રીના વિઝન 5T (ટેલેન્ટ, ટ્રેડિશન, ટુરિઝમ, ટ્રેડ અને ટેકનોલોજી) અનુસાર ગુજરાત જનભાગીદારીથી વિકાસની નવી કેડી કંડારી રહ્યું છે. આ સાથે જ તેમણે ગુજરાતના સર્વગ્રાહી વિકાસના પતંગને સૌ સાથે મળીને ઉંચી ઉડાન આપી 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'નો સંકલ્પ સાકાર કરવાની નેમ વ્યક્ત કરી હતી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.