કમળાબેન વૃજલાલ (વાચ્છાભાઇ) પારેખ પ્રાથમિક કન્યાશાળા, મોટાખુંટવડા ઉદઘાટન સમારોહ પૂર્વ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે અન્નકૂટ એવમ ધજારોહણ દીકરી ભણાવો, દીકરી બચાવો: નીલકમલ ગ્રુપનું અનુકરણીય પ્રદાન
કમળાબેન વૃજલાલ (વાચ્છાભાઇ) પારેખ પ્રાથમિક કન્યાશાળા, મોટાખુંટવડા
ઉદઘાટન સમારોહ પૂર્વ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે અન્નકૂટ એવમ ધજારોહણ
દીકરી ભણાવો, દીકરી બચાવો: નીલકમલ ગ્રુપનું અનુકરણીય પ્રદાન
દામનગર સુપ્રસિદ્ધ ભુરખિયા હમૂનનજી મંદિર ખાતે મહુવા કમળાબેન વૃજલાલ (વાચ્છાભાઇ) પારેખ પ્રાથમિક કન્યાશાળા મોટાખુંટવડા ઉદઘાટન સમારોહ પૂર્વે નિલકમલ ગ્રુપ ના મોભી પારેખ પરિવાર દ્વારા અન્નકૂટ મનોરથ એવમ ધજારોહણ રાખવામાં આવ્યો છે. ભાવનગર જીલ્લામાં મહુવા તાલુકાનાં મોટાખુંટવડાં ગામે વૃજલાલ (વાચ્છાભાઇ) પારેખે કન્યાશાળા ૪૦ વર્ષ પુર્વે બનાવી આપેલ હતી. આ શાળા અતિ આધુનિક અને વિશેષ શાળાના રૂપમાં ઉભરી આવે એવા લક્ષ્ય સાથે નિલકમલ લિ. ના નેજા હેઠળ શરદભાઇ વ્રજલાલ (વાચ્છાભાઇ) પારેખ અને વામનભાઇ વ્રજલાલ (વાચ્છાભાઈ) પારેખનાં નેતૃત્વમાં આ કન્યાશાળાને વિશેષ શાળા બનાવવા ઝુંબેશ હાથ ધરાઇ છે. નીલકમલ ગ્રુપને પોતાની આગવી કોઠાસુજ અને અનુભવો દ્વારા તથા મોટાભાઈ વામનભાઇ તથા બન્ને ભાઈઓનાં સુપુત્રો હીતેનભાઇ અને મનીષભાઇ તથા નયનભાઇનાં સાથ અને સહકારથી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝનાં ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરેલ છે. નિલકમલએ આજે પ્લાસ્ટિકનાં ક્ષેત્રે અગ્રેસર નામ છે. કોઈ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી. એક પુરૂષ શિક્ષિત અને સુસંસ્કૃત હોય તો માત્ર તે એકલો જ ઉપયોગી બને છે, પરંતુ એક સ્ત્રી શિક્ષિત, સમજદાર અને સુયોગ્ય હોય તો સમગ્ર કુટુંબ સુદૃઢ બનાવે છે. દીકરી ભણાવો, દીકરી બચાવોનાં સંકલ્પ સાથે નીલકમલ લિ. દ્વારા ગામની પ્રેમકુંવરબા પ્રભુદાસ પારેખ પ્રાથમિક કન્યાશાળાનું નવુ બિલ્ડીંગ બનાવીને આધુનિક સગવડ ભર્યુ પ્રાથમિક કન્યાશાળાનું નવનિર્માણ કમળાબેન વ્રજલાલ પારેખ (વાચ્છાભાઇ) નામે ગામને લોકાર્પણ થવાનું છે.
શાળામાં સુર્ય પ્રકાશીત આધુનીક કલાસરૂમ્સ, કૉમ્પ્યુટર લેબ, આધુનિક વાંચનાલય,આધુનિક આચાર્ય ઑફિસ તથા શિક્ષક ખંડ, પ્રાર્થના હૉલ / સાંસ્કૃતિક કાર્યક્રમ હૉલ, પ્રાથમિક સારવારની સુવિધા, પ્લે ગ્રાઉન્ડ, સ્લાઇડ, સ્વીંગ સ્લાઇડ, બાસ્કેટબોલ, બેડમીન્ટન સાથે વિવીધ શાળાઓનું સંકલન કરીને રમતોત્સવ નાં આયોજન માટેનું મેદાન, ભુમીગત પાણીની ટાંકી અને રેન વૉટર હાર્વેસ્ટીંગ વગેરે જેવી સુવિધાઓ રાખવામાં આવી છે. શાળામાં સુચિત અનેકવિધ પ્રવૃત્તીઓ જેમ કે બાળકો માટે બગીચો, નૃત્ય કલાસ, સંગીત ક્લાસ, કૉમ્પ્યુટર ક્લાસ, મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તીઓ પણ કરાવવામાં આવશે.શાળાનું ઉદ્ઘાટન ૬ જાન્યુઆરી, શનિવારનાં રોજ વેદાંતાચાર્ય પ.પૂ. સ્વામી શ્રી નિજાનંદ સરસ્વતીજીનાં કરકમળો દ્રારા કરવામાં આવશે. આ પ્રસંગે પરમ પૂજ્ય સ્વામિ શ્રદ્ધાનંદ સરસ્વતીજીની સવિશેષ ઉપસ્થિતી માં સ્વામી નિજાનંદ સરસ્વતી વેદાંત પરંપરાના ઉપદેષ્ટા અને જ્ઞાન પરંપરાના પ્રચારક મહાત્મા છે. ગુજરાતના વલસાડ જિલ્લામાં સ્થિત પરમ પ્રમાણ દર્શન સંસ્થાના માધ્યમ દ્વારા દેશ-વિદેશના જિણાસુ સાધકોની જિજ્ઞાસાવૃત્તિને સંતોષવા તત્પર રહીને તેઓ નિયમિત પ્રસ્થાનત્રપીના અધ્યાપન તથા પ્રવચનોમાં નિરત રહે છે. વૈચારિક સ્પષ્ટતા, વાણીની સરળતા અને સત્યને અનાવૃત કરતી વેધક્તા તેમની અધ્યાપન શૈલીની અતુલ્ય લાક્ષણિક્તા છે. ભવસાગર તરવા નીકળેલા મુમુક્ષુઓ માટે પૂજ્ય સ્વામીજી ધ્રુવતારક સમાન છે. પરમ પૂજ્ય સ્વામિની શ્રદ્ધાનંદ સરસ્વતી વેદાંતશાસ્ત્રના આચાર્યા છે. સ્વામિનીજીએ વેદાંતના પ્રખર વિદ્વાન, શ્રેષ્ઠ આચાર્ય પરમ પૂજ્ય સ્વામી તદ્રુપાનંદ સરસ્વતી પાસેથી શ્રીમદ્ ભગવદ્ગીતા, ઉપનિષદ વગેરે ગ્રંથોનું અધ્યયન કર્યું. સ્વામિની શ્રદ્ધાનંદજી વેદાંતજ્ઞાનના અધ્યયન-અધ્યાપન માટે સ્થપાયેલી સંસ્થા, પરમ પ્રમાણ દર્શનના પ્રણેતા છે. આ સંસ્થા દ્વારા આધુનિક સમાજના આબાલવૃદ્ધ સૌને અત્યંત આવશ્યક શાસ્ત્રજ્ઞાન ઉપલબ્ધ થાય તે હેતુથી વિવિધ પ્રકારના અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. ઉદઘાટન સમારોહની આગલી સાંજે મેરાણભાઈ ગઢવી અને જાગૃતીબેન દવે અને સાથી કલાકારો દ્વારા મોટા ખુટવડા હાઈસ્કુલનાં ગ્રાઉન્ડ ખાતે લોકસાહિત્યનો ભવ્ય ડાયરો પણ રાખવામાં આવ્યો છે. ઉદઘાટન સમારંભ કમળાબેન વૃજલાલ (વાચ્છાભાઇ) પારેખ પ્રાથમિક કન્યાશાળા મોટાખુંટવડા, તા. મહુવા, જી. ભાવનગર ખાતે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા પરમ પૂજ્ય સ્વામિ શ્રદ્ધાનંદ સરસ્વતી, નિલકમલ લિમિટેડ (મુંબઈ), શરદભાઈ વૃજલાલ (વાચ્છાભાઈ) પારેખ, વામનભાઈ વૃજલાલ (વાચ્છાભાઈ) પારેખ
પરિવારે સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ને અન્નકૂટ મનોરથ એવમ ધજારોહણ કર્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.