શહેરા તાલુકાના મીઠાલી પ્રાથમિક શાળામાં શિક્ષકગણ દ્વારા પ્રથમવાર આંનદ મેળાનું આયોજન કરવામાં આવ્યું
શહેરા તાલુકાના મીઠાલી પ્રાથમિક શાળામાં શિક્ષકગણ દ્વારા પ્રથમવાર આંનદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે રામની જન્મ ભૂમિ અયોધ્યા વિષે તેમજ આગામી ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે અંગે પણ બાળકોને માહિતી આપવામાં આવી હતી.
આંનદ મેળો એ આપણા જીવનની અંદર ઉત્સાહમાં ખુબ વધારો કરી રહ્યા છે આ આનંદ મેળા દ્વારા બાળકોની વિચાર શક્તિ, સર્જન શક્તિ તેમજ બાળકોને પ્રત્યક્ષ અનુભવો પ્રાપ્ત થાય છે કે વ્યવહારું જીવનની અંદર કઈ પ્રકારની સમસ્યાઓ ઉદ્દભવી શકે છે તેમજ તે સમસ્યાઓના સમાધાન માટે મે શું કરી શકીયે છીએ તેનું પ્રત્યક્ષ જ્ઞાન મળી રહે તેમજ આંનદ મેળા થકી શિક્ષણ પ્રાપ્ત કરે તે આશયથી મીઠાલી પ્રા શાળામાં પ્રથમવાર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના બાળકોએ શાળાના કમ્પાઉન્ડમાં ૨૩ સ્ટોલ અને શિક્ષકો દ્વારા ૯ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં લાઈવ ઢોકળા,બાફેલી મકાઈ,મનપસંદ સેવ મમરા,મંજુલા મેથી થેપલા,ભવ્ય આલુ પરોઠા હાઉસ,શ્રીનાથજી જલેબી, જિલ ભજીયા, કાઠિયાવડી વડાપાઉં,મહાકાળી પૌવા, ક્રિષ્ના સમોસા,ગાયત્રી ખમણ,સપના પાણીપુરી,આર કે ફળ ફળાદી,સ્પેશલ મસાલેદાર ધાણી,બેસ્ટ લસ્સી,પ્રભુકૃપા લીંબુસરબત,હરસિદ્ધિ કેટલરી સ્ટોલ,શ્રેયા સજાવટ,આનંદ સ્ટેશનરી જેવા વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.જેમાં બાળકો તેમજ વાલીઓ દ્વારા આ સ્ટોલની મુલાકાત લીધી હતી.આ સાથે શાળામાં નવીન રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું. શાળાના મુખ્ય શિક્ષક દ્વારા વર્ગની તમામ શાળાઓને આમત્રંણ આપવામાં આવ્યું હતું સાકરવા વર્ગ,ચુલડીયા વર્ગ તેમજ કેળ શાળાના બાળકો તેમજ શિક્ષકગણ દ્વારા આ આનંદ મેળાની મુલાકાત લીધી હતી અને મેળાનો આનંદ માણ્યો હતો.
રિપોર્ટર:- વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.