કોરોના વાયરસના JN-1 નવા વેરિયન્ટ કેસોને લઈ બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર - At This Time

કોરોના વાયરસના JN-1 નવા વેરિયન્ટ કેસોને લઈ બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર


કોરોના વાયરસના JN-1 નવા વેરિયન્ટ કેસોને લઈ બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ(covid -19)ના JN-1 નવા વેરિયન્ટ કેસોમાં ખુબ વધારો થઈ રહ્યો છે,જે ખુબ ગંભીર બાબત છે,અને ટૂંક સમયમાં તા-10 થી 12 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં યોજાનાર વાઈબ્રન્ટ સિમિટ-૨૦૨૪, જેમાં દેશ-વિદેશથી લોકો જોડાવાના હોય,covid-19 નો આ JN-1 નવો વેરીયન્ટ ખુબજ ઝડપથી ફેલાતો હોય,અને જેના કેસો ગુજરાતમાં દિવસને દિવસે વધારો થતો જોવા મળે છે,અને સમગ્ર ભારતના સૌથી વધુ JN-1 ના કેસો ગુજરાતમાં છે અને મોતનો આંક પણ ગુજરાતમાં વધતો જાય છે તો સમગ્ર ગુજરાત રાજ્યમાં તકેદારીના ભાગ રૂપે મારા બોટાદ જિલ્લામાં તેમજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ રોગનો ફેલાવો અટકાય તેના માટે આરોગ્ય વિભાગને સજાગ કરવા અને ગુજરાતમાં વાઈબ્રન્ટ સિમિટ-૨૦૨૪ યોજાનાર છે જે મોકૂક રાખવામાં આવે જેથી ગુજરાતના લોકોને કોરોનાના JN-1ના નવા વેરિયન્ટથી બચાવી શકાય તેના માટે આ વાઇબ્રન્ટ સીમિટ-2024ને તાત્કાલિક અસરથી મોફૂંક રાખવા બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરવામાં આવી.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.