ગઢડા તાલુકામાં સ્વચ્છતા અંગે જાગૃતતા જળવાઈ રહે તે માટે ભીંતચિત્રો દોરવાની કામગીરી
ગઢડા તાલુકામાં સ્વચ્છતા અંગે જાગૃતતા જળવાઈ રહે તે માટે ભીંતચિત્રો દોરવાની કામગીરી
મનની વાત રંગથી દર્શાવે એવા ચિત્રોમાં એકપણ શબ્દ બોલ્યા વિના ઘણુબધુ સમજાવી દેવાની ક્ષમતા રહેલી છે.કહેવાય છે ને કે એક ચિત્ર અનેક અક્ષરની ગરજ સારે છે,ત્યારે સ્વચ્છતાની વાત નાગરિકો સુધી ચિત્રો થકી પહોંચાડવાની આગવી ઝુંબેશ થકી બોટાદનાં અનેક ગામો વિવિધ રંગોથી સુશોભિત થઇ રહ્યા છે.બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સ્વચ્છતા અંગે જાગૃતતા જળવાઈ રહે તે માટે ભીંતચિત્રો દોરવાની કામગીરી કરવામાં આવી રહી છે.ગંદા પાણીનું યોગ્ય વ્યવસ્થાપન,જ્યાં ત્યાં કચરો ન ફેંકવો,જ્યાં જ્યાં સ્વચ્છતા ત્યાં ત્યાં સ્વસ્થતા સહિતના સૂત્રો દર્શાવતા ભીંતચિત્રો વડે સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલવવામાં આવી રહી છે.ગઢડા તાલુકાના રસનાળ,ભંડારિયા,જલાલપુર,વિકળીયા,ઢસા જંક્શન સહિતના ગામોમાં ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે.ગ્રામજનોમાં સ્વચ્છતા માટે જવાબદારીની ભાવના કેળવવામાં આ પાયાનો પ્રયાસ ખુબ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.