અહો વિચિત્રમ આલે લે કોર્ટ કેસ લડ્યા ના ૧૧ વર્ષ પછી રામપર ગ્રામપંચાયત ને કોર્ટ હુકમ પછી ખબર પડી કે જાહેર રસ્તા નું દબાણ તો માર્ગ મકાન વિભાગ માં આવે છે દબાણદાર ને બચાવવા પંચાયત તંત્ર ના ઉધામા પંચાયત તંત્ર ની ભૂંડી ભૂમિકા નીતિ નિયમ કાયદા ની એચીતેચી - At This Time

અહો વિચિત્રમ આલે લે કોર્ટ કેસ લડ્યા ના ૧૧ વર્ષ પછી રામપર ગ્રામપંચાયત ને કોર્ટ હુકમ પછી ખબર પડી કે જાહેર રસ્તા નું દબાણ તો માર્ગ મકાન વિભાગ માં આવે છે દબાણદાર ને બચાવવા પંચાયત તંત્ર ના ઉધામા પંચાયત તંત્ર ની ભૂંડી ભૂમિકા નીતિ નિયમ કાયદા ની એચીતેચી


અહો વિચિત્રમ આલે લે કોર્ટ કેસ લડ્યા ના ૧૧ વર્ષ પછી રામપર ગ્રામપંચાયત ને કોર્ટ હુકમ પછી ખબર પડી કે

જાહેર રસ્તા નું દબાણ તો માર્ગ મકાન વિભાગ માં આવે છે દબાણદાર ને બચાવવા પંચાયત તંત્ર ના ઉધામા

પંચાયત તંત્ર ની ભૂંડી ભૂમિકા નીતિ નિયમ કાયદા ની એચીતેચી

લાઠી તાલુકા ના રામપર ગામે જાહેર સુખાકારી નો ભંગ કરી રસ્તો બંધ કરી દબાણ કરનાર દબાણદાર વિરુદ્ધ સ્થાનિક રહીશે રજુઆત થતા પંચાયત અધિનયમ ૧૯૯૩ ની જોગવાઈ નો અમલ નહિ કરવા તત્કાલીન અધિકારી અને પદા અધિકારી એ દબાણદાર નું દબાણ યથાવત રાખવા રામપર ગ્રામ પંચાયત ને જ પ્રતિવાદી બનાવી નામદાર લાઠી ના પ્રિન્સિપાલ સિવિલ જજ સાહેબ ની કોર્ટ માં રે દી દાવા નંબર ૨૪/૨૦૧૨ માં દાખલ કર્યો રામપર ગ્રામ પંચાયત ની ભૂંડી ભૂમિકા દાવા ના કામે પ્રતિવાદી બનેલ રામપર ગ્રામ પંચાયત દબાણદાર ને બચાવવા જાતે પ્રતિવાદી બની પંચાયત ના ખર્ચે લીગલ ફી ચૂકવી રામપર ગ્રામ પંચાયત વિરુદ્ધ દબાણદાર નો આ દાવો ગત તા.૩૦/૦૫/૨૦૧૭ ના રોજ ગ્રામ પંચાયત રામપર તરફ ફેસલ થયો વર્ષ ૨૦૧૨ માં દાખલ કેસ વર્ષ ૨૦૧૭ માં દબાણદાર વિરુદ્ધ હુકમ થતા હુકમ થયા ના છ વર્ષ બાદ એટલે કે તારીખ ૩૧/૦૩/૨૩ ના રોજ અમરેલી ના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક જજ સાહેબ ની કોર્ટ માં દાદ માંગી જે લિમિટેશન નો ભંગ અને મુદત વીતી હોય સમય મર્યાદા બહાર ની અપીલ ગ્રાહ્ય ન રાખી તા.૦૯/૦૮/૨૩ ના રોજ આ દાવો દાખલ થવા પાત્ર ન હોય તેથી કાઢી નાખતા દબાણદાર અને પંચયત ની મીલી ભગત થી દબાણ બચાવવા નો મનસૂબો કારગત નહિ નિવડતા પંચાયત તંત્ર એ ૧૧ વર્ષે નવું ગતકડું ઉભું કરી આ દબાણતો રીબીન ડેવલોપમેન્ટ માં આવે છે તેવું કારણ આપી અરજદાર ને ટલ્લે ચળવવા વધુ એક તરકટ ઉભું કર્યું અને જિલ્લા પંચાયત ના માર્ગ મકાન ને પત્ર પાઠવી લીધો અમરેલી જિલ્લામાં પંચાયત ના માર્ગ મકાન વિભાગે જવાબદારી ખખેરી તા ૧૫/૧૨/૨૪ થી મેંસુ / ૪/દબાણ /વશી/૭૨૫ /૨૦૨૩ થી આ દબાણ સ્ટેટ ની હુકુમત માં આવતો હોવા નું પત્ર પાઠવી દબાણ દૂર કરવા સ્ટેટ ની જવાબદારી હોવા નું જણાવ્યું આવા અનેક અચરજ વચ્ચે અરજદાર ના તંત્ર ને સવાલ આ દબાણ પંચાયત માં નથી તો ગ્રામ પંચાયત રામપર ૧૧ વર્ષ સુધી કોર્ટ કેસ માં ફી અને ખર્ચ કેમ કર્યો ? પંચાયત ને આબાદિત નાહિત થયેલ સ્ટેટ કે પંચયત હસ્તક ના માર્ગ ઉપર દબાણ ન થાય તે માટે પંચયત ને કાયદા થી સ્થાપિત પંચાયત અધિનિયમ ૧૯૯૩ થી જે હુકુમત છે તેનો ગ્રામ પંચાયતે ઉપીયોગ કેમ ન કર્યો ? ૧૧ વર્ષ ની લાંબી કાયદાકીય પ્રોસેસ માં ખર્ચ અને સમય નો રામપર ગ્રામ પંચાયતે વ્યય કેમ કર્યો ? ગામતળ માં દબાણ થાય તો ગ્રામ પંચાયત જ જવાબદાર હોય છે તેમને નાહિત થયેલ રસ્તા ઉપર થયેલ દબાણ દૂર કરવા ને બદલે પંચાયત કેમ પ્રતિવાદી ? ૧૧ વર્ષ સુધી માર્ગ મકાન પંચાયત કે માર્ગ મકાન સ્ટેટ ને પક્ષકાર કે રિપોર્ટ કેમ ન કર્યો ? આ દબાણદાર ને બચાવવા પંચાયત વિભાગ નું તંત્ર કેટલું નીચે જશે ? આવા અનેકો સવાલ કરતા અરજદાર ને રીતસર ટલ્લે ચડાવતુ લાઠી તાલુકા પંચાયત તંત્ર દબાણદાર નું દબાણ બચાવવા ૧૧ વર્ષ સુધી કેસ લડ્યા પછી હવે આ દબાણ માર્ગ મકાન સ્ટેટ માં હોવા કહી જવાબદારી ની ફેંકાફેંકી કરી અરજદાર ને ટટળાવી માનસિક ત્રાસ આપી રહ્યા નું રેકર્ડ ઉપર છે ત્યારે ગુજરાત સરકાર ગમે તેવું કાયદા ઓનું સંશોધન કે સુધારા કરે તે શું કામ ના તંત્ર જ અનિષ્ટ ની મદદ માં હોય ત્યાં ન્યાય ની આશા ઠગારી નીવડે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.