ભાવનગર ડિવિઝન પર મંડલ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (ડીઆરયુસીસી)ની બેઠક યોજાઈ
ભાવનગર ડિવિઝન પર મંડલ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (ડીઆરયુસીસી)ની બેઠક યોજાઈ
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન પર વર્ષ 2022-2023 માટે રચાયેલી ડિવિઝનલ રેલવે કન્ઝ્યુમર કન્સલ્ટેટિવ કમિટી (DRUCC)ની બેઠક ડિવિઝનલ ઑફિસમાં યોજવામાં આવી હતી.મીટીંગની શરૂઆતમાં કમિટીના સેક્રેટરી અને સીનીયર ડીવીઝનલ કોમર્શીયલ મેનેજર માશૂક અહમદે મીટીંગમાં ઉપસ્થિત તમામ સભ્યોને આવકાર્યા હતા.આ બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ પોતપોતાના વિસ્તારોને લગતી મુસાફરોની સુવિધા વધારવા અને રેલવેને લગતી સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવા અંગે હકારાત્મક ચર્ચા કરી હતી કમિટીના ચેરમેન અને ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે ભાવનગર ડીવીઝનમાં ચાલી રહેલી પ્રવૃતિઓની માહિતી આપી હતી તેમણે માનનીય સભ્યોને ખાતરી આપી હતી કે મુસાફરોની સુવિધાઓનો વિકાસ એ ભાવનગર મંડળની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.આ માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આવનારા સમયમાં આ સુવિધાઓ મંડળમાં જોવા મળશે.તેમની વાજબી માંગણીઓ ટૂંક સમયમાં મંડળ દ્વારા ઉકેલવામાં આવશેબેઠક દરમિયાન પાવર પ્રેઝન્ટેશન દ્વારા ભાવનગર ડિવિઝનની સિદ્ધિઓ અને મુસાફરોની સુવિધાઓ બતાવવામાં આવી હતી.આ દરમિયાન સમિતિના સભ્યોએ પોતપોતાના વિસ્તારની રેલવે સમસ્યાઓના નિરાકરણ,નવી ટ્રેનો ચલાવવા,ટ્રેનોનું વિસ્તરણ વગેરે પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા અને ડિવિઝનના સ્ટેશનો પર મુસાફરોની વધુ સારી સુવિધા પૂરી પાડવા માટે તેમના મૂલ્યવાન સૂચનો આપ્યા હતા.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.