સાબરકાંઠા જિલ્લામાં-: પંચાયત ખાતે નવીન મોબાઈલ પશુ (વાન)દવખાનાને લીલી ઝંડી અપાઇ....... - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: પંચાયત ખાતે નવીન મોબાઈલ પશુ (વાન)દવખાનાને લીલી ઝંડી અપાઇ…….


સાબરકાંઠામાં-:
પંચાયત હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ,કારોબારી અધ્યક્ષ સોમજીભાઈ ખેર અને જિલ્લા પશુપાલન અધિકારી ડૉ.જે.બી.પટેલની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી મોબાઈલ પશુ(વાન) દવખાનાને કાર્યરત કરવામાં આવ્યું હતું..

પશુપાલન વિભાગ,જિલ્લા પંચાયત,સાબરકાંઠા અને ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે સાબરકાંઠા જિલ્લા ખાતે એક નવીન દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવખાનું ૧૯૬૨ કાર્યરત કરવામાં આવ્યું હતું..

આ નવીન ફાળવાયેલ મોબાઈલ પશુ દવાખાનું ૧૯૬૨ પોશીના તાલુકાના દેલવાડા ગામ અને આસપાસના દસ ગામના પશુઓને નિશુલ્ક સારવાર આપવામાં આવશે. તેમજ આ મોબાઈલ પશુ દવાખાનામાં એક પશુ ચિકિત્સક અને ડ્રાઈવર કમ ડ્રેસર કર્મચારીઓ હાજર રહેશે તેમજ આ ફરતા મોબાઈલ પશુ દવાખાનું GPS અને તમામ દવાઓ અને સાધનોથી સજજ છે..

સબારકાંઠા જિલ્લામાં કુલ ૧૬ મોબાઈલ પશુ દવાખાના કાર્યરત છે જેમાં તલોદ તાલુકામાં-૧,ઇડર-૩,વડાલી-૧, પ્રાંતિજ-૨,પોશીના-૨,ખેડબ્રહ્મા-૨,વિજયનગર -૨ અને હિંમતનગર-૩ તેમજ હિંમતનગર શહેર ખાતે એક કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પણ કાર્યરત છે.

આબીદઅલી ભૂરા
સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.