ભોલેનાથ સોસાયટીમાં ચાલતી જુગાર કલબ પર ક્રાઈમ બ્રાંચ ત્રાટકી: પાંચ મહિલા સહિત નવ શખ્સો ઝડપાયા
ભોલેનાથ સોસાયટીમાં ચાલતી જુગાર કલબ પર ક્રાઈમ બ્રાંચ ત્રાટકી: પાંચ મહિલા સહિત નવ શખ્સો ઝડપાયા
22 December, 2023 04:49 PM
નામચીન ઘુસા જાદવ પોતાના મકાનમાં જુગારનો અખાડો ચલાવતો’તો: કુલ રૂા.51000ની મત્તા જપ્ત
રાજકોટ તા.22 : ગોકુલધામ કવાર્ટર પાસે આવેલ ભોલેનાથ સોસાયટીમાં ચાલતી જુગાર કલબ પર ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી પાંચ મહિલા સહિત નવ શખ્સોને દબોચી રૂા.51 હજારની રોકડ જપ્ત કરી હતી. દરોડાની વિગત અનુસાર ક્રાઈમ બ્રાંચના પીઆઈ બી.ટી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એસ. ગરચર ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે હે.કો. અનીલ સોનારા, કોન્સ. હરપાલસિંહ જાડેજા અને મહેશ ચાવડાને મળેલ ચોકકસ બાતમીના આધારે ગોકુલધામ કવાર્ટર પાસે આવેલ ભોલેનાથ સોસાયટી શેરી નં.2માં રહેતા ઘુસા ગીગા જાદવના મકાનમાં ચાલતી જુગાર કલબ પર દરોડો પાડી જુગાર રમતા ઘુસા ગીગા જાદવ, રાહુલ મોહન ડાભી (રહે. પોપટપરા), રાજેશ ગોકુલ કુકડીયા (રહે. માંડા ડુંગર), હર્ષલ સંતરામ પાંડા (રે. ઉમીયા ચોક પાસે), રમાબેન ભરત ભારાઈ (રહે. હાઉસીંગ બોર્ડ કવાર્ટર), અમીબેન અતુલ બગડાઈ (રહે. પરસાણાનગર સોસાયટી), કોમલબેન મુકેશ ભીમાણી (રહે. ભવાનીનગર શેરી નં.14), રંજનબેન ડાયાલાલ મકવાણા (રહે. રઘુનંદન સોસાયટી શેરી નં.2) અને મીનાબેન દિનેશ રૂડકીયા (રહે. ન્યુ રાજદીપ સોસાયટી)ને દબોચી રૂા.51150ની રોકડ જપ્ત કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.