રેલનગરના 1010 આવાસ માટે 3400 ફોર્મ આવ્યા : મુદ્દતમાં વધારો - At This Time

રેલનગરના 1010 આવાસ માટે 3400 ફોર્મ આવ્યા : મુદ્દતમાં વધારો


વોર્ડ નં.3માં રેલનગર ઘનશ્યામ બંગ્લોઝ બાજુમાં મનપા દ્વારા 1.5 બીએચકેના 1010 આવાસ બનાવવામાં આવનાર છે. આ ફલેટ માટે 3400 ફોર્મ આવી જતા ફોર્મ મેળવવાની તથા જમા કરાવવાની આખરી આજે તા. 23 હતી જે વધારીને તા.30-12 સુધી કરવામાં આવેલ છે, તેમ મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીનભાઇ ઠાકર, કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા અને હાઉસીંગ સમિતિના ચેરમેન નીતિનભાઈ રામાણીએ જણાવ્યું હતું.
આ આવાસ શહેરના રેલનગર વિસ્તારમાં ઘનશ્યામ બંગ્લોઝ તથા વેરહાઉસ પાસે નિર્માણ પામનાર છે. જેમાં, 40 ચો.મી.ના બાંધકામમાં રૂમ-1, સ્ટડીરૂમ-1, રસોડું, હોલ, વોશ એરિયા, બાથરૂમ, ટોઇલેટની સગવડતા રહેશે. આ આવાસોની કિંમત રૂ.5.5 લાખ તથા રૂ.60 હજાર મેઈન્ટેનન્સ ખર્ચ મળી રૂ.6.10 લાખ રહેશે અને અરજદારે દસ્તાવેજનો ખર્ચ અલગથી ભોગવવાનો રહેશે. વાર્ષિક આવક મર્યાદા રૂ.3 લાખ કે તેથી ઓછી આવક ધરાવનાર અરજદાર શહેરમાં કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ તથા મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટર ખાતે રૂબરૂ મુલાકાત લઈ અરજી કરી શકશે. અરજી ફોર્મની કિંમત રૂ.100 છે.
અરજી જમા કરાવતી વખતે ડીપોઝીટની રકમ રૂ.10,000 જમા કરાવવાની રહે છે તેમજ અરજદારો મનપાની વેબસાઇટ ઠઠઠ.છખઈ.ૠઘટ.ઈંગ પર જઇ ઓનલાઇન ફોર્મ પણ ભરી શકશે. ઓનલાઇન ફોર્મ ભરવાના કિસ્સામાં ફી રૂ.50 રહેશે.
આ આવાસો માટે આવેલ અરજીઓનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરી આવાસની ફાળવણી કરવામાં આવશે. આવાસ માટે પસંદગી પામનાર લાભાર્થીને રૂ.30 હજારના એકસરખા 18 માસિક હપ્તાથી રકમ ભરપાઈ કરવાની રહેશે તેમ પદાધિકારીઓએ જણાવ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.