ટ્રાફિક પોલીસનો સપાટો : 273 કેસમાં 1.31 લાખનો દંડ વસુલ્યો - At This Time

ટ્રાફિક પોલીસનો સપાટો : 273 કેસમાં 1.31 લાખનો દંડ વસુલ્યો


રાજકોટમાં ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો હતો. 273 કેસમાં 1.31 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. શહેરના કેકેવી ચોક અને જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે કાળા કાચવાળા વાહનો સામે આ સ્પેશ્યલ ડ્રાઇવ યોજવામાં આવી હતી.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડીસીપી ટ્રાફિક પુજા યાદવ, એસીપી ટ્રાફિક જે.બી.ગઢવીની રાહબરી હેઠળ આજરોજ ટ્રાફિક સેકટર 1 અને 2ના વિસ્તારોમાં તથા સેકટર 3 અને 4ના વિસ્તારોમાં કાળા કાચવાળા વાહનો સામે સ્પેશ્યલ ડ્રાઇવ યોજવામાં આવી હતી.
જેમાં સેકટર 1 પીએસઆઇ આર.એસ.પરમાર અને પીએસઆઇ લોખીલની ટીમ દ્વારા 131 કેસ કરી 58,100 પુરાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. સેકટર 3 પીઆઇ એન.જી.વાઘેલા દ્વારા અને સેકટર 4 પીઆઇ વી.આર.રાઠોડ દ્વારા 142 કેસ કરી 73,800નો દંડ વસુલી એક વાહન ડીટેઇન કરવામાં આવ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.