રાજકોટમાં મોબાઈલ શો-રૂમના મેનેજરે મહિલા સેલ્સમેન પર દુષ્કર્મ ગુજાર્યું
રાજકોટ શહેરમાં ગઈકાલે સગીરા પર તેની સાથે કેટરર્સમાં કામ કરતાં શખ્સે લગ્નની લાલચ આપી ભગાડી જઈ પાંચ-પાંચ વખત દુષ્કર્મ આચર્યાની આજીડેમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે સતત બીજા દિવસે હવસખોરનો શિકાર એક મહિલા બનતાં એ.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. રાજકોટમાં આવેલ એક નામી મોબાઈલ શો-રૂમમાં નોકરી કરતાં મેનેજરે તેની સેલ્સમેન પરિણીત મહિલાને લગ્નની લાલચ આપી બસસ્ટેન્ડ પાસે આવેલ પર્લ હોટલમાં દુષ્કર્મ આચરી તરછોડી દેતાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે રાજકોટમાં રૈયારોડ પર રહેતી એક ત્યકતા મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રવિ કાંજાણીનું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓના શહેરમાં આવેલ એક મોબાઈલના શો-રૂમમાં સેલ્સમેન તરીકે નોકરી પર લાગેલ હતી. ત્યારે તે પરિણીત હતી અને પતિ સહિતના પરિવાર સાથે રહેતી હતી. તે નોકરી પર મોબાઈલના શો-રૂમમાં કામે લાગી ત્યારે ત્યાં મેનેજર તરીકે આરોપી રવિ નોકરી કરતો હતો. ગઈ તા.01-10-2023 થી બંને સાથે શો-રૂમમાં નોકરી કરતાં હોય જેથી સંપર્કમાં હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમ પ્રાંગર્યો હતો અને બંને બહાર સાથે ફરવા જતાં હતાં. બંને વચ્ચે સબંધ આગળ વધતાં આરોપીએ તેણીને કહેલ કે, તું તારા પતિ સાથે છૂટાછેડા લઈ લે બાદમાં હું તારા સાથે લગ્ન કરીશ અને આરોપી રવી પણ પરિણીત હોવાથી તેને પોતાની પત્ની સાથે છૂટાછેડા લેવાનું કહ્યું હતું.
બાદમાં બંનેના પરિવાર વચ્ચે પણ પરિવારીક સંબંધો બંધાયા હતાં અને બંનેના પરિવારજનો એકબીજાના ઘરે આવતાં જતાં હતાં. જે બાદ આરોપીની પ્રેમજાળમાં ફસાયેલ મહિલાએ તેના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતાં અને બાદમાં આરોપી તેણીને બસસ્ટેન્ડ નજીક આવેલ એક હોટલમાં લઈ ગયો હતો અને તેણીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ મહિલાએ આરોપીને તેની પત્ની સાથે છૂટાછેડા લઈ પોતાની સાથે લગ્ન કરવાનું કહેતાં તેને ના પાડી દઈ તરછોડી દિધી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીઆઈ ડી.એમ.હરિપરાની રાહબરીમાં ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.