પીઢ પત્રકાર શિવ અનુષ્ઠક નટવરગિરી ગોસ્વામી ઉવ ૯૮ નું દેહાવસાન - At This Time

પીઢ પત્રકાર શિવ અનુષ્ઠક નટવરગિરી ગોસ્વામી ઉવ ૯૮ નું દેહાવસાન


દામનગર અખબારી જગત ના આલબેલ પીઢ પત્રકાર  નટવરરીરી   ઉવ ૯૮ નું દેહાંવસાન 

૭ દાયકા નું અખબારી ખેડાણ રચનાત્મક પત્રકારત્વ ફૂલછાબ અને સૌરાષ્ટ્ર સમાચાર નું પ્રતિનિધિત્વ કરનાર સ્વ નટવરગિરીબાપુ નું અનેક વિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓમાં વર્ષો સુધી અવિરત સેવા યોગદાન નોંધનીય છે ત્યાગ તિતિક્ષા ની તપોમૂર્તિ પીઢ પત્રકાર નટવરગિરીબાપુ એ સામાજિક ક્ષેત્રે ત્રણ પેઢી સાથે કામ કર્યું નવોદિતો માટે પથદર્શક અને માર્ગદર્શક બનતા કુશળ કલમ નવેશી ગુમાવ્યા છે  ભૂકંપ દુષ્કાળ રાહતકાર્ય હોનારત કે આપતી ના સમયે  કુશળ કલમ નવેશી તરીકે અસરકારક અવાજ બન્યા હતા ભૂખ્યા નું ભોજન તરસ્યા નું નીર ઉઘાડ અંગ ના વસ્ત્ર બની ગરીબ ગુરબા નો આરવ  ગિરીબાપુ ના હુલામણા નામ થી પ્રસિદ્ધ નટવરગિરી બાપુ  દેહાંવસાન થી પુરી ન શકાય તેવી ખોટ પડી છે સદગત ના પુત્રરત્ન વિનુગિરી સુરેશગિરી  દિનેશગિરી  ભરતભાઈ મુકેશગિરી  અને પૌત્રરત્ન નીરજ .હિતેશ સહિત બહોળો પરિવાર અને ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવતા શિવ અનુષ્ઠક  ગિરીબાપુ ના દેહાંવસાન ના સમાચાર થી ખૂબ મોટી સંખ્યા માં સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ સદગત ના નિવાસ સ્થાને પહોંચી  સદગત ના પરિવાર ને સાંત્વના પાઠવી હતી 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.