શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ અંતર્ગત ટ્રાઇબલ ચેર અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે એક દિવસ્ય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો. આદિવાસી ઓના યોગદાન વિષયે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી અને રાજ્ય ના શિક્ષણ મંત્રી ડો કુબેર ડીંડોર નું મનનીય વકત્વ - At This Time

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ અંતર્ગત ટ્રાઇબલ ચેર અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે એક દિવસ્ય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો. આદિવાસી ઓના યોગદાન વિષયે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી અને રાજ્ય ના શિક્ષણ મંત્રી ડો કુબેર ડીંડોર નું મનનીય વકત્વ


ગોધરા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ અંતર્ગત ટ્રાઇબલ ચેર અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે એક દિવસ્ય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો.શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અંતર્ગત ટ્રાઇબલ ચેર અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આદિવાસી સમાજનું મૌખિક પરંપરાનું સાહિત્ય વિશે એક  દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ તારીખ ૧૮/૧૨/૨૩ ના સોમવારના રોજ યોજવામાં આવ્યો હતો. ટ્રાઈબલ ચેર સંયોજક ડો. મહેશ રાઠવા એ પ્રાસંગિક સંબોધન કર્યું હતું .શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણે આદિવાસી સમાજની મૌખિક પરંપરાઓ જાળવી રાખવાની તેમજ તેની પરંપરાઓને ઉજાગર કરવાની હાકલ કરી હતી. સમારંભના ઉદઘાટક અને મુખ્ય વક્તા પૂજ્ય સ્વામી શ્રી માર્ગ્યસ્મિતજીએ  આદિવાસી સમાજના યોગદાન વિશે વ્યાખ્યાન આપ્યું હતું .મુખ્ય મહેમાન ગુજરાત સરકાર કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી.માનનીય શ્રી ડો. કુબેરભાઈ ડીંડોર સાહેબે.

આદિવાસી સમાજનાં લગ્નગીતો,દિવાસાનાં ગીતો ,હોળીનાં ગીતો,નવાં ગીતો દિવાળીનાં ગીતો ,લોકગીતો આઝાદીના ગીતો ,પ્રાણયગીતો હાલરડા, ભજનો ,મંત્રો ,ધાર્મિક કથાઓ, લોકકથાઓ, દંત કથાઓ શૌર્યકથા તેમ જ મરશિયાના ગીતો વિશે વ્યાખ્યાન આપ્યું હતું. આ પરિસવાદમાં  વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ, અધ્યાપકશ્રીઓ ,પીએચડી સંશોધક તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો મળી ૫૫૦ સહભાગીઓએ ભાગ લીધો હતો. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના  માનનીય કુલ સચિવશ્રી ડો.અનિલભાઈ સોલંકી આ સેમિનારમાં મુખ્ય સંયોજક તરીકેની ભૂમિકા ભજવી હતી. પ્રથમ બેઠકમાં ડો. પ્રભુ ચૌધરી બીજ રૂપ વક્તવ્ય તેમજ ડો.ભગવાનદાસ પટેલે પૌરાણિક ભીલ મહાકાવ્ય વિશે વ્યાખ્યાન આપ્યું હતું બીજી બેઠકમાં ડો.સુરેશ મકવાણાએ મૌખિક વાતચીત આદિવાસી લોક સાહિત્ય તેમજ ડો.રમેશભાઈ ચૌધરીએ આદિવાસી લોક કથાઓ વિશે અને કનુભાઈ આચાર્યએ વિચરતી જાતિના સાહિત્યમાં ધબકતું લોકજીવન વિશે વ્યાખ્યાન આપ્યું હતું આ સેમિનારને સફળ બનાવવા માટે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એકેડેમિક એડવાઇઝર ડો.જે એન શાસ્ત્રી તેમજ ટ્રાઈબલ ચેરના સભ્યોએ ખાસ યોગદાન આપ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.