ગીર સોમનાથ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સરકારી સંસ્થા અનાથ અને એક વાલી વગરના બાળકોની લેશે સંભાળ - At This Time

ગીર સોમનાથ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સરકારી સંસ્થા અનાથ અને એક વાલી વગરના બાળકોની લેશે સંભાળ


ગીર સોમનાથ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સરકારી સંસ્થા
અનાથ અને એક વાલી વગરના બાળકોની લેશે સંભાળ
----------
૬ થી ૧૮ વર્ષના બાળકોને શૈક્ષણિક, આરોગ્યલક્ષી, મનોરંજનાત્મક,
રમત-ગમત સહિતની સુવિધા વિના મૂલ્યે અપાશે
----------
ગીર સોમનાથ તા.૧૯: ગીર સોમનાથ જિલ્લા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સરકારી સંસ્થા ઇણાજ ખાતે કાર્યરત છે. આ સંસ્થામાં ૬ થી ૧૮ વર્ષના એવા બાળકો કે જેમને એક વાલી હોય, અનાથ બાળક, એવા બાળકો કે જેમના માતા-પિતા કે પરિવાર સંભાળ લેવા માટે શારીરીક, આર્થિક, સામાજિક કે ભાવનાત્મક રીતે સક્ષમ ન હોય તેવા બાળકોને શૈક્ષણિક, આરોગ્યલક્ષી, મનોરંજનાત્મક અને રમતગમત સહિતની સુવિધાઓ વિના મૂલ્યે આપવામાં આવશે.
સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ગીર સોમનાથ ધી જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ હેઠળ નોંધાયેલ સંસ્થા છે. જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સમાજ સુરક્ષા ખાતુ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા સંચાલિત છે. ખાસ કરીને આ સંસ્થા દ્વારા કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા ૬ થી ૧૮ વર્ષના બાળકો કે જેઓ એક વાલી, અનાથ તથા એવા બાળકો કે જેમના માતા-પિતા કે પરિવાર સંભાળ લેવા માટે શારીરીક, આર્થિક, સામાજિક કે ભાવનાત્મક રીતે સક્ષમ ન હોય તેવા બાળકોને બાળ સંભાળ સંસ્થા બાળ કલ્યાણ સમિતિ, ગીર સોમનાથ સમક્ષ રજૂ કરી પ્રવેશ આપવામાં આવે છે.
આ બાળકોને શૈક્ષણિક, આરોગ્યલક્ષી, મનોરંજનાત્મક, રમત-ગમત તથા તેમના સર્વાગી વિકાસ માટેની તમામ કામગીરી આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આથી ગીર સોમનાથ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ૬ થી ૧૮ વર્ષની અંદર આવતા બાળકોના વાલી/સગા સંબંધીઓને ગીર સોમનાથ ખાતે કાર્યરત સંસ્થામાં વિના મૂલ્યે કાળજી અને રક્ષણ હેઠળ પ્રવેશ આપવામાં આવશે. આ સંસ્થા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ઇણાજ ખાતે કાર્યરત છે. આ અંગે વધુ માહિતી માટે કચેરી નંબર ૦૨૮૭૬-૨૮૫૭૧૨ પર સંપર્ક કરવા જણાવ્યું છે.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.