ત્રણ વિસ્તારમાંથી રૂ. 21.92 લાખની વીજચોરી ઝડપાઇ
પશ્વિમ ગુજરાત વીજકંપની લિમિટેડ દ્વારા રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વીજચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું અને રૂ.21.92 લાખની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી. પીજીવીસીએલના બેડીનાકા અને માધાપર સબ ડિવિઝન હેઠળ આવતા રાજકોટ શહેરના સેન્ટ્રલ જેલ, રેલનગર, જામનગર રોડ, ભોમેશ્વર વિસ્તારમાં સવારથી 32 ચેકિંગ ટુકડી ત્રાટકી હતી અને રેસિડેન્શિયલ વીજમીટરોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીજીવીસીએલની ચેકિંગ ટુકડીઓ દ્વારા 724 વીજકનેક્શનની ચકાસણી કરવામાં આવી હતી જેમાંથી 77માં ગેરરીતિ ઝડપાતા રૂ.21.92 લાખના બિલો ફટકારવામાં આવ્યા હતા. પીજીવીસીએલ દ્વારા આગામી દિવસોમાં પણ વીજદરોડા ચાલુ રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.